અરવલ્લી: ભિલોડાની સીમમાં મહિલાનો ઝાડ સાથે લટકતો દેહ મળી આવતા ચકચાર

હાથમતી નદી નજીક આવેલા એક ખેતરનાં વાડ પર એક 35 વર્ષથી આસપાસની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણી મહિલાએ કોઇ કારણોસર ખેતરનાં શેડા પરના ઝાડ પર સાડીનો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ખેતરની સીમમાં અજાણી મહિલા દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. 

Updated By: Jan 24, 2020, 09:16 PM IST
અરવલ્લી: ભિલોડાની સીમમાં મહિલાનો ઝાડ સાથે લટકતો દેહ મળી આવતા ચકચાર

ભિલોડા: હાથમતી નદી નજીક આવેલા એક ખેતરનાં વાડ પર એક 35 વર્ષથી આસપાસની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણી મહિલાએ કોઇ કારણોસર ખેતરનાં શેડા પરના ઝાડ પર સાડીનો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ખેતરની સીમમાં અજાણી મહિલા દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. 

Know your army: જામનગરમાં એરફોર્સ દ્વારા એર શોનું આયોજન

ભિલોડાનાં હાથમતી નદી કિનારે ખેતરમાં જવાના રસ્તા પર કોઇ અજાણી મહિલાએ કોઇ અગમ્ય કારણોસર ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આસપાસનાં ખેડૂતોએ ઘટના સ્થળે લટકતી મહિલાનો દેહ જોતા ભિલોડા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને ઉતાર્યો હતો. મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતક મહિલાનું અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube