ઝી ડિજિટલ ડેસ્ટક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ યોજાવાનું છે, જેમાં ગુજરાત રાજ્યની લોકસભાની તમામ 26 બેઠક અને વિધાનસભામાં ખાલી પડેલી 4 બેઠકની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, રાજ્યમાં સવારે 7 કલાકે મતદાન શરુ થશે અને સાંજે 6 કલાકે મતદાન પૂરું થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના કુલ 4,47,46,179 મતદાર 51,709 મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં રાજ્યમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાનોની સંખ્યા 7,67,064 છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દવાઈ છે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકે શું કરવું અને શું ન કરવું તેની પણ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનો ભંગ કરવાની સ્થિતિમાં જે-તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. 


મતદાન મથક પર જઈને શું કરવું? 


  • હંમેશાં લાઈનમાં ઊભા રહો અને તમારો વારો આવવાની રાહ જૂઓ. 

  • મતદાન મથક અને તેની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં શાંતિ જાળવી રાખો. 

  • હાજર મતદાન અધિકારીને તમારું ઓળખપત્ર બતાવો. 

  • મત આપવા માટે નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરો. 

  • તમને મત આપવામાં મદદ કરી રહેલી ચૂંટણી ટીમ પ્રત્યે શિષ્ટાચાર દાખવો. 

  • તમારો મત આપી દો એટલે તરત જ મતદાન મથકની બહાર નિકળી જાઓ. 


લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે


મતદાન મથક પર શું ન કરવું? 


  • મતદાન મથકના વિસ્તારમાં પર મોબાઈલ ફોન, જ્વલનશીલ પદાર્થ, બંદૂક કે કેમેરો લઈ જવા પર પ્રતિબંધ છે. 

  • મત આપવા માટે કોઈ પૈસાની ઓફર કરે તો તે ઠુકરાવી દો. લાંચ લેવી એક અપરાધ છે. 

  • તમારી ઓળખ કોઈ બીજી વ્યક્તિ તરીકે આપવી નહીં. આ પણ એક અપરાધ છે. 

  • મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન કરવી. તેનાથી તમે જેલમાં પણ જઈ શકો છો. 

  • EVM/VVPAT સહિત ચૂંટણીની કોઈ પણ સામગ્રીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો. તમે જેલમાં જઈ શકો છો. 

  • ચૂંટણી ટીમને તેના કામમાં અડચણ પેદા ન કરવી. આમ કરવું તમને જેલમાં પહોંચાડી શકે છે. 

  • મતદાન મથકના વિસ્તારમાં થૂંકવું/ કચરો ફેંકવો નહીં. આ પણ એક અપરાધ છે. 


લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે? 


ગુજરાતમાં મતદાનનો કાર્યક્રમ 


  • મતદાનની તારીખઃ 23 એપ્રિલ, 2019

  • મતદાનનો સમયઃ સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક

  • મતગણતરીની તારીખઃ 23 મે, 2019


લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ 


ગુજરાતમાં મતદાન મથક 


  • કુલઃ 51,709

  • શહેરીઃ 17,330

  • ગ્રામીણઃ 34,379


લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....