હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાનો છે, કેમ કે રાજ્યમાં કોઈ ત્રીજો મોરચો મજબૂત રીતે અસ્તિત્વમાં નથી. આ વખતની ચૂંટણીમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે. રાજયના કુલ 4 કરોડ 51 લાખ મતદારોમાં મહિલા મતદારોની સંખ્યા 2 કરોડ 16 લાખથી વધુ છે. સૌથી વધુ મહિલા મતદાર ગાંધીનગર લોકસભા બેઠક પર 9 લાખ 46 હજારથી વધુ છે. એટલે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે મહિલા મતદારો સૌથી મહત્વના પુરવાર થશે. આ વખતે રાજ્યમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોની સંખ્યા 10 લાખથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અને કોગ્રેસ દ્નારા મહિલા પ્રતિનિધિને ટિકિટ યોગ્ય પ્રમાણમાં ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા 5 મહિલાને, જયારે કોગ્રેસ દ્વારા માત્ર એક મહિલા ઉમેદવારને ટિકિટ અપાઈ છે. રાજયના કુલ 4 કરોડ 51 લાખ 25 હજાર 680 મતદારોમાં પુરુષ મતદારની સંખ્યા 2 કરોડ 34 લાખ 28 હજાર 119 છે, જયારે મહિલા મતદારોની સંખ્યા 2 કરોડ 16 લાખ 96 હજાર 571 છે. એટલે કે પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા 17 લાખ 31 હજાર 548 જ ઓછી છે. આમ છતાં પુરુષપ્રધાન સમાજમાં 26 લોકસભાની બેઠક પર માત્ર 6 મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. 


લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તી, અભ્યાસ સહિતની વિગતો માટે કરો ક્લિક...


રાજયમાં સૌથી વધુ મહિલા મતદારોની સંખ્યાવાળી બેઠક
બેઠક            મતદારની સંખ્યા

ગાંધીનગર    9,41,395
રાજકોટ        9,04,178
નવસારી      8,94,988
બારડોલી      8,91,631


[[{"fid":"209331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(પ્રતિકાત્મક તસવીર)


લોકસભા ચૂંટણી 2019: જાણો કોંગ્રેસના વિવિધ ઉમેદવારોની મિલકત સહિતની વિગતો....


રાજયમાં સૌથી વધુ મતદારોવાળી બેઠકમાં પ્રથમ નંબરે નવસારી બેઠક આવે છે. નવસારી બેઠક પર 19 લાખ 71 હજાર 465 મતદારો છે. જયારે બીજા ક્રમે ગાંધીનગર લોકસભા બેઠક આવે છે. અહીં 19 લાખ,45 હજારને 149 મતદારો છે. ત્રીજા ક્રમે રાજકોટમાં 18 લાખ 83 હજાર 866 મતદારો છે. ચોથા ક્રમે સૌથી વધુ મતદારો સુરેન્દ્રનગરમાં 18 લાખ 47 હજાર 878 મતદારો છે.


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....