લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તી, અભ્યાસ સહિતની વિગતો માટે કરો ક્લિક...

રાજ્યની 26 લોકસભા બેઠક માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. 4 એપ્રિલના રોજ નામાંકન ભરવાનો અંતિમ દિવસ હતો અને આ દિવસે રાજ્યના બંને મુખ્ય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવાયા છે, જેની સાથે જ તેમણે પોતાની અંગત માહિતીની પણ એફિડેવિટ રજૂ કરી છે 

ઝી ડિજિટલ ડેસ્કઃ ગુજરાતમાં કોંગ્રસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે જ્ઞાતિના સમિકરણને આધારે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ સામે આ વખતે 26માંથી 26 બેઠકો જીતવી મુશ્કેલ હોવાનું જણાતા પાર્ટીએ રાજ્યમાં તેની 'નો રિપીટ' થિયરીને પડતી મુકીને અનેક ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ ઉમેદવારોએ જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં પોતાની અંગત સંપત્તિથી માંડીને અભ્યાસ સહિતની વિવિધ વિગતો તેમણે દાખલ કરી છે. કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર એ.જે. પટેલ સૌથી વધુ ધનવાન ઉમેદવાર છે. જેમની કુલ સંપત્તિ રૂ. 88.38 કરોડની તેમણે જાહેર કરી છે. કોંગ્રેસમાં પાટણના જગદીશ ઠાકોર સૌથી ઓછી સંપત્તિના માલિક છે. તેમણે રૂ.7.62 લાખની સંપત્તિ જાહેર કરી છે. આવો જાણીએ રાજ્યની બેઠકના ક્રમવાર ઉમેદવાર અને તેની સંપત્તિ વિશે....

કચ્છ બેઠક

1/13
image

કોંગ્રેસના કચ્છના ઉમેદવાર નરેશ માહેશ્વરી છે. તેમની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિનોદ ચાવડાને ઊભા રાખવામાં આવ્યા છે. આ રાજ્યની એસસી માટેની અનામત બેઠક છે.   

બનાસકાંઠા બેઠક

2/13
image

કોંગ્રેસના પરથી ભટોળની ટક્કર આ બેઠક પર ભાજપના પરબત પટેલ સાથે થવાની છે. પરથી ભટોળે જૂનું એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે, તેઓ બનાસ ડેરીને 25 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે અને આ વિસ્તારમાં સામાજિક ક્ષેત્રે સારું નામ ધરાવે છે. 

પાટણ બેઠક

3/13
image

ઠાકોરોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ધોરણ-10 પાસ જગદીશ ઠાકોર 7.62 લાખની સંપત્તિના માલિક છે.   

મહેસાણા બેઠક

4/13
image

મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા આ વિસ્તારનું જાણીતું નામ એવા એ.જે. પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર ભાજપ દ્વારા સામાજિક કાર્યકર્તા એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.   

સાબરકાંઠા બેઠક

5/13
image

કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરની ટક્કર ભાજપના દિપસિંહ રાઠોડ સાથે થવાની છે. રાજેન્દ્ર ઠાકોરે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. 

ગાંધીનગર બેઠક

6/13
image

ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય સી.જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક ભાજપનો ગઢ છે અને પાર્ટીના વરિષ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણી અહીંથી ચૂંટાતા આવ્યા છે. 

અમદાવાદ પૂર્વ બેઠક

7/13
image

અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસ દ્વારા ગીતા બેન પટેલને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ હોવાને કારણે પાસના સભ્ય એવા ગીતાબેનને ટિકિટ અપાઈ છે. પાટીદાર આંદોલનમાં આ વિસ્તારમાં ઘણી અસર જોવા મળી હતી. ગીતાબેનને ટક્કર આપવા ભાજપ દ્વારા ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ ાપવામાં આવી છે. 

અમદાવાદ પશ્ચિમ બેઠક

8/13
image

અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ નેતા એવા રાજુ પરમારને ઊભા રાખવામાં આવ્યા છે. રાજુ પરમારની ટક્કર ભાજપના ડો. કિરીટ સોલંકી સાથે થવાની છે.   

સુરેન્દ્રનગર બેઠક

9/13
image

સુરેન્દ્રનગરના જાણીતા ઉમેદવાર કોંગ્રેસના સોમાભાઈ સૌથી ઓછું ભણેલા છે. તેઓ આ સાતમી વખત સંસદીય ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી તેઓ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે. સૌથી ઓછું ભણેલા સોમાભાઈની ટક્કર ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરા સાથે થવાની છે.

રાજકોટ બેઠક

10/13
image

કોંગ્રેસ દ્વારા રાજકોટની સીટ પર લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પ્રથમ વખત સંસદીય ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર વર્તમાન સાંસદ એવા ભાજપના મોહનભાઈ કુંડારિયા સાથે થવાની છે. 

પોરબંદર બેઠક

11/13
image

આ બેઠક પર કોંગ્રેસે તેને ધોરાજી બેઠક પરથી વિધાનસભામાં ચૂટાયેલા અને પાસના નેતા એવા લલિત વસોયાને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. લલિત વસોયાની ટક્કર ભાજપના રમેશ ધડૂક સાથે થવાની છે.   

જામનગર બેઠક

12/13
image

જામનગર બેઠક પર કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી છે. મુળુભાઈની 33.30 કરોડની સંપત્તિ છે. મુળુભાઈની ટક્કર ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ સાથે થવાની છે. 

જૂનાગઢ બેઠક

13/13
image

કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર જ્ઞાતિ ફેક્ટર કામ કરવાનું છે. પૂંજાભાઈની ટક્કર બાજપના રાજેશ ચુડાસમા સાથે થવાની છે.