- જામનગર માં ગુજસીટોકનો પ્રથમ કેસ નોંધાયો
- અબડાસા વિધાનસભા બેઠક પર 2012માં ભાજપ દ્વારા જયંતી ભાનુશાળીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. 
- જ્યારે કોંગ્રેસ દ્વારા છબીલ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.  
- 2012માં અબડાસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ખુબ જ મોટા અંતરથી જીત્યા હતા. 
- કોંગ્રેસના છબીલ પટેલનો 7613 મતની મોટી સરસાઇથી જીત થઇ હતી. 
- ભાજપને 53091 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 60704 મત મળ્યા હતા.
- ફાયરિંગ, ખંડણી, બોગસ દસ્તાવેજ બનાવી ગુનો આચરતા સામે પોલીસે કરી કાર્યવાહી
- ભુમાફિયા જયેશ પટેલ સહિત 13 શખ્સો સામે ફરિયાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં 1191 નવા દર્દી, 1279 દર્દી સાજા થયા, 11 દર્દી સાજા થયા
મુસ્તાક દલ/ જામનગર : નામી ઉદ્યોગપતિ, બિલ્ડર, અને રાજકીય આગેવાનો સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી સિન્ડિકેટના 8 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ સહિત 13 લોકો સામે પોલીસે ગુજસીટોપ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી એ જામનગર જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકી સક્રિય હોવાની રજુઆત કરી હતી. જે આધારે રાજ્યના મુખ્યમંત્રી , ગૃહમંત્રી અને પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી ની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન અને તેમની ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોવાનું સામે આવ્યું હતું. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી 13 લોકો સામે ગુજસીટોપ હેઠળ ગુનો નોંધી નામી બિલ્ડર, ભાજપના નગરસેવક, પૂર્વ પોલીસ કર્મી સહિત 8 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


24 યુવતિએ કોર્પોરેટ લોયરની નોકરી છોડી કર્યું આવું કામ, વાંચીને સેલ્યુટ કરવાનું થશે મન


જામનગર પોલીસ ગિરફત માં રહેલ આ શખ્સો જેના નામ છે. 
- અતુલ ભંડેરી (ભાજપ નગરસેવક)
- વશરામ આહીર (પૂર્વ પોલીસ કર્મચારી)
- નિલેશ ટોળીયા (નામી બિલ્ડર)
- મુકેશ અભંગી
- પ્રવિણ ચોવટીયા (સ્થાનિક અખબાર માલિક)
- જીગર આતડીયા 
- અનિલ પરમાર 
- પ્રફુલ પોપટ


રામોલમાં પરણિતાનું અપહરણ, પોલીસે તપાસ કરતા ભાઇ અને મિત્રોનું હતું ષડયંત્ર


શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી? 
પોલીસ ના જણાવ્યા મુજબ ભુમાફિયા જયેશ પટેલ અને તેની સાથે 13 લોકો મળી જિલ્લામાં સારી જગ્યા  ગોતી બાદમાં તે જગ્યા નો બોગસ દસ્તાવેજ બનાવી જમીન ના મૂળ માલિક સામે કોર્ટ માં ફરિયાદ દાખલ કરતા હતા અને જે બાદ મૂળ માલિક ને સમાધાન માટે બોલાવી અને તેમની પાસે રૂપિયા માંગણી કરતા અને ના માને તો જાન થી મારી નાખવા ધમકી આપતા અને જરૂર જણાય ફાયરિંગ પણ કરતા હતા.. પોલીસ તપાસમાં 8 આરોપી ઉપરાંત જેલમાં બંધ જશપાલ જાડેજા ની પણ જયેશ પટેલ ની સિન્ડિકેટ માં સંડોવણી ખુલતા તેની સામે પણ ગુજસીટોપ હેઠળ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે.


સાચા અર્થમાં પોલીસ બની પ્રજામિત્ર, ફરિયાદ કરો એટલે વસ્તું પાતાળમાંથી પણ શોધી આપતું અનોખુ પોલીસ સ્ટેશન


હાલ તો પોલીસે આ મામલે જેલમાંથી જશપાલ જાડેજા નો કબ્જો લેવાની કાર્યવાહી અને પકડાયેલ અન્ય શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.. પોલીસની કડક કાર્યવાહીથી જામનગર શહેર અને જિલ્લામાં પૂર્વ આયોજિત કાવતરાથી થતા ગુનાઓ કરતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળશે.. ભુમાફિયા જયેશ પટેલ તેમજ અન્ય ફરાર આરોપીઓ કેટલા સમય માં પોલીસ ગિરફતમાં આવશે અને તપાસમાં શુ નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે..?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube