રામોલમાં પરણિતાનું અપહરણ, પોલીસે તપાસ કરતા ભાઇ અને મિત્રોનું હતું ષડયંત્ર

શહેરના રામોલમાં પરણિત યુવતીનાં અપહરણની ફરિયાદ નોંધાઇ છે. જેમાં વસ્ત્રાલમાં રહેતી નિશા કચરુ પાટીદાર નામની યુવતીનું તેનાં જ ભાઇ અને મિત્રોએ ભેગા મળી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યુ છે. યુવતીએ હેમેન્દ્ર પાટીદાર નામનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અમદાવાદમાં બે મહિનાથી રહેતી હતી. બુધવારે રાતનાં સમયે બે અજાણ્યા ઇસમો આ યુવતીનાં ઘરે આવ્યા હતા અને તેના પતિની એક્ટીવા દ્વારા અકસ્માત થયો છે. પોલીસ સ્ટેશન આવવુ પડશે તેમ કહી ગાડીમાં બેસાડી રીંગ રોડ પર લઇ ગયા હતા. 

Updated By: Oct 16, 2020, 07:43 PM IST
રામોલમાં પરણિતાનું અપહરણ, પોલીસે તપાસ કરતા ભાઇ અને મિત્રોનું હતું ષડયંત્ર

અમદાવાદ : શહેરના રામોલમાં પરણિત યુવતીનાં અપહરણની ફરિયાદ નોંધાઇ છે. જેમાં વસ્ત્રાલમાં રહેતી નિશા કચરુ પાટીદાર નામની યુવતીનું તેનાં જ ભાઇ અને મિત્રોએ ભેગા મળી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યુ છે. યુવતીએ હેમેન્દ્ર પાટીદાર નામનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અમદાવાદમાં બે મહિનાથી રહેતી હતી. બુધવારે રાતનાં સમયે બે અજાણ્યા ઇસમો આ યુવતીનાં ઘરે આવ્યા હતા અને તેના પતિની એક્ટીવા દ્વારા અકસ્માત થયો છે. પોલીસ સ્ટેશન આવવુ પડશે તેમ કહી ગાડીમાં બેસાડી રીંગ રોડ પર લઇ ગયા હતા. 

સાચા અર્થમાં પોલીસ બની પ્રજામિત્ર, ફરિયાદ કરો એટલે વસ્તું પાતાળમાંથી પણ શોધી આપતું અનોખુ પોલીસ સ્ટેશન

જ્યાં યુવતીનો ભાઇ અને તેનાં મીત્ર ઇક્કો ગાડી લઇને આવ્યા હતા. જેમાં યુવતીને બળજબરીથી બેસાડીને લઇ ગયા હતા. યુવતીનાં પતિ હેમન્દ્રએ  પ્રતિકાર કરતા તેને માર મારીને પકડી રાખવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જો  હવે યુવતીને શોધીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે 5 શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનનાં ડુંગરપુર યુવતીને શોધવા એક ટીમ મોકલી તપાસ તેજ કરી છે. ત્યારે પતિ ને આશઁકા છે, તેની પત્ની સાથે કઈ પણ અણબનાવ બની શકે છે ત્યારે પોલીસ પણ તાપસ તેજ કરી છે તો જોવું રહ્યું કે પ્રેમ ના દુશમન પરિવાર ના સભ્યો ક્યારે પોલીસની ગિરફ્ત માં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube