ઝી બ્યુરો/સુરત: સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એક યુવતિનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેની સાથે વારંવાર આચર્યો બળાત્કાર. હદ તો ત્યાં થઈ કે આ યુવક પોતે ઓડિશાનો હતો અને તેના એકતરફી પ્રેમના લીધે તેનાથી કંટાળીને યુવતિના પરિવારજનો સુરત આવી ગયા હતા, પણ ત્યાં પણ આ નરાધમે યુવતીનો પીછો ન છોડી તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ગુજરાતમાં મેઘો લાંબો વિરામ લેશે? આ તારીખ સુધી કોઈ જ આગાહી નથી! જાણો શું કહે છે...


  • એકતરફી પ્રેમમાં પાગલ યુવક 

  • યુવતિનું કર્યું અપહરણ 

  • એક ઓરડીમાં ગોંધી રાખી 

  • વારંવાર ગુજાર્યો બળાત્કાર

  • ભાગવાની કોશિષ કરતા માર્યા બ્લેડના ઘા 


આ નરાધમ પર આરોપ છે એક યુવતિનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેના પર વારંવાર બળાત્કાર ગુજારવાનો. આ યુવક મૂળ ઓડિશાનો રહેવાસી છે. તેણે પ્રેમમાં પાગલ બની પોતાના પિતરાઈના ત્યાં રહેતી યુવતીનું પહેલા તો ચપ્પુની અણીએ અપહરણ કર્યું અને તેને વરાછાના ત્રિકમનગરમાં એક રુમમાં રાખી તેની સાથે અવારનવાર દૂષ્કર્મ ગુજાર્યું. આ યાતનાની વચ્ચે એક દિવસ યુવતીએ આ હેવાનના ચુંગાલમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતું તે આ નરાધમના ધ્યાને ચડી ગઈ જેથી આરોપીએ યુવતિને રોકવા તેના ગળા પર બ્લેડ મુકી તેને ધમકીઓ આપવાનું શરુ કર્યું. જો કે રાહદારીઓએ યુવકનો પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીંકી નાસી ગયો હતો. આ મામલે મધરપુરા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ આરોપી દીપુન જૈનાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.


રાજ્યના 134 ગુલ્લીબાજ શિક્ષકો ઘરભેગા! પગતળે રેલો આવતાં નિદ્રામાંથી જાગી ગુજરાત સરકાર


સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે.અમરોલી વિસ્તારમાં પિતરાઈ ભાઈને ઘરે રહેતી યુવતીને ઓડીશાના યુવકે ચપ્પુની અણીએ અપહરણ કી વરાછાના ત્રિકમનગરમાં એક રૂમમાં રાખી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ શુક્રવારે સવારે યુવતી તેના ચુંગલમાંથી વસ્તાદેવડી રોડ પાસેથી પસાર થતી હતી તે વખતે સાથે લઈ જવા માટે જબરજસ્તી કરી હતી. પરંતુ યુવતી તેના તાબે નહી થતા તેના ગળાના ભાગે બ્લેક મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે રાહદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીંકી નાસી ગયો હતો.


શું ગુજરાત ડ્રગ્સ-ચરસનું બન્યું છે પ્રવેશ દ્વાર? અહીંથી મળ્યું કરોડોનું ચરસ


ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડદેવડી ગામમાં રહેતો દીપુન રાજુભાઈ જૈના અગાઉ ઓડિસામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી. જે તે સમયથી જ દીપુન તેની પાછળ પાગલ થયો હતો. દીપુના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિસાથી સુરત આવી ગયા હતા. યુવતી અમરોલીમાં તેના મોટાબાપાના દીકરાના ઘરે રહેતી હતી. અને વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી.


ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણ જગત લજવાયું! વિદ્યાર્થીનીઓ પાસે ખેતી કરાવતો વીડિયો વાયરલ


વાતની જાણ દીપુનને થતાં સુરત આવ્યો હતો અને યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી. દરમ્યાન યુવતી તેના ચુંગલમાંથી ભાગી છુટી હતી. શુક્રવારે સવારે વસ્તા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો. યુવતીને જબરદસ્તી કરી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી. જોકે યુવતીએ પ્રતિકાર કરી હોબાળો મચાવતા લોકો ભેગા થઈ ગયા હતા. 


રક્ષાબંધન પર એક સાથે બની રહ્યાં છે 5 શુભ યોગ, જાણો કયાં મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ


જેથી દીપુને પોતાની પાસે રહેલ બ્લેડ કાઢી યુવતીના ગળે મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે જ એક રાહદારીએ હિંમત કરી યુવતીને છોડાવવા માટે જતા રાહદારીને બ્લેડના ઘા ઝીં આરોપી ફરાર થઈ ગયો હતો.આ મામલે મધરપુરા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ આરોપી દીપુન રાજુભાઈ જૈનાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.