Raksha Bandhan 2024: રક્ષાબંધન પર એક સાથે બની રહ્યાં છે 5 શુભ યોગ, જાણો કયાં મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ

Raksha Bandhan 2024 Shubh Yog : રક્ષાબંધનને ભાઈ-બહેનના સૌથી પવિત્ર તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે છે. જાણો રાખડી બાંધવાના શુભ મુહૂર્ત.

Raksha Bandhan 2024: રક્ષાબંધન પર એક સાથે બની રહ્યાં છે 5 શુભ યોગ, જાણો કયાં મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ

Raksha Bandhan Par 5 Shubh Yog : રક્ષાબંધનના તહેવારની ઉજવણી દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ કરવામાં આવે છે અને આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે છે. એટલે કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્વ ખુબ વધી ગયું છે. આ વખતે શ્રાવણ મહિનાની પૂન પર એક સાથે 5 શુભ યોગ બની રહ્યાં છે. એટલે કે બહેનો શુભ સંયોગ વચ્ચે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરશે. આવો જાણીએ રક્ષાબંધન પર કયા-કયા શુભ યોગ બની રહ્યાં છે, સાથે તે જોઈએ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત કયાં છે. 

ક્યારે ઉજવાશે રક્ષાબંધન
રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂનમની તિથિ 19 ઓગસ્ટે સવારે 3 કલાક 5 મિનિટથી શરૂ થશે અને રાત્રે 11 કલાક 56 મિનિટ પર સમાપ્ત થશે. એટલે કે રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે જ ઉજવાશે. સાથે આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે પૂન હોવાથી તે તિથિ મહાલક્ષ્નીની પૂજા સાથે જોડાયેલી માનવામાં આવે છે. 

રક્ષાબંધન પર બનશે એક સાથે 5 શુભ યોગ
રક્ષાબંધન આ વખતે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે છે. આ સિવાય તે દિવસે 4 શુભ યોગ એક સાથે હાજર હશે. આ વખતે રક્ષાબંધનની ઉજવણી સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે કરવામાં આવશે. આ સાથે 19 ઓગસ્ટે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે. પરંતુ આ દિવસે ભદ્રકાળ પણ રહેશે. પરંતુ આ વખતે પણ ભદ્રા પાતાળ લોકમાં રહેશે. તેથી ભદ્રકાળનો અશુભ પ્રભાવ માન્ય રહેશે નહીં.

રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત હિંદુ પંચાગ અનુસાર આ વખતે રક્ષાબંધન પર ભદ્રા 18 ઓગસ્ટની રાત્રે 2 કલાક 21 મિનિટથી લાગી જશે અને આગામી દિવસે 19 ઓગસ્ટે બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રહેશે. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ રહેશે. પરંતુ જાણકાર જણાવી રહ્યાં છે કે આ વખતે ભદ્રકાળ પાતાળમાં રહેશે, તેથી તેની અસર એટલી થશે નહીં. તમે ઈચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત બપોરે 1 કલાક 30 મિનિટથી 4 કલાક 3 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ સાંજે પણ પોતાના ભાઈઓને 6 કલાક 39 મિનિટથી 8 કલાક 52 મિનિટ સુધી રાખડી બાંધી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news