ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: એકલવાયું જીવન જીવતી મહીસાગર જિલ્લાની વૃદ્ધાઓ માટે મહીસાગર પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મહીસાગર પોલીસ હવે વૃદ્ધાઓને સરકારી કામ અર્થે મદદ તેમજ સુરક્ષા પૂરી પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પણ આ જિલ્લાઓમાં મર્યા સમજો


મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે. એકલવાયુ જીવન જીવતી મહિલાઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા શાહાનુભૂતિ દાખવી તેઓને સરકારી કામ અર્થે મદદ, દવાખાના સુઘીની સેવા તેમજ સુરક્ષા આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં એકલવાયું જીવન જીવતિ વૃદ્ધાઓ માટે સરકારી કાર્યમાં મદદ તેમજ તેઓને સુરક્ષા આપવા માટે સી.ટીમની રચના કરી છે. સી.ટીમ વૃદ્ધાઓના ઘરે જઈ તેઓની વિગતો મેળવશે. એકલવાયું જીવન જીવતિ મહિલાઓની મદદ માટે હવે મહીસાગર જિલ્લા પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે. 


'પાંચ વર્ષથી ખોવાયેલા 'કાકા' મળી ગયા છૅ', ગુજરાતમાં BJP ઉમેદવાર અને સાંસદ સામે વિરોધ


ગુજરાત રાજ્યમાં અવારનવાર વૃદ્ધ મહિલાઓ ઉપર કોઈને કોઈ રીતે અઘટીત ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે મહીસાગર જિલ્લામાં થોડા દિવસ અગાઉ વૃદ્ધ મહિલા પર દુષ્કર્મની ઘટના બાદ મહીસાગર જિલ્લા પોલીસ સતર્ક બની છે. જેને લઈ એક નવતર અભિગમ શરૂ કર્યો છે. જિલ્લાની કોઈપણ મહિલા પર અઘટી ઘટના ન ઘટે તે હેતુસર પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં સી.ટીમ ની રચના કરી વૃદ્ધાઓની થોડા થોડા દિવસે ખબર અંતર લેવાનું શરૂ કર્યું છે. તેમજ જિલ્લામાં એકલવાયું જીવન જીવતિ વૃદ્ધ મહિલાઓ તમારી આસપાસ હોય તો તેઓના આધાર કાર્ડ મોબાઈલ નંબર સહિત સરનામાની વિગત પણ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે.


તું જા હું આવું જ છું, ગુજરાત ભાજપમાં જોડાવવા કોંગ્રેસીઓએ કેમ લગાવી છે લાઈન, આ છે...


મહીસાગર જીલ્લા પોલીસના નવતર પ્રયોગને લઈ જિલ્લાની વૃદ્ધ અને એકલવાયું જીવતિ મહિલાઓને એક ઉત્તમ સુરક્ષા અને મદદ મળશે તેમજ મહિલાઓની સુરક્ષાઓમાં વધારો થશે.


મારા હાળા છેતરી ગયા! ગુજરાતમાં દમ પણ કોંગ્રેસીઓ 'બે દમ', ઉભી પૂંછડિયે ભાગ્યા