મહુડી મંદિર બંધ નથી, ખોટા સમાચાર વહેતા થયા હતા
ગાંધીનગર વધતા કોરોના સંક્રમણને લઇને પ્રખ્યાત મહુડી મંદિર (mahudi temple) બંધ રહેશે તેવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે આજે આ અફવા હોવાનો ખુલાસો થયો છે. મહુડી મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, મહુડી જૈન તીર્થ દર્શન માટે ચાલુ છે. અફવાઓથી સાવધ રહેવું.
અમિત રાજપૂત/અમદાવાદ :ગાંધીનગર વધતા કોરોના સંક્રમણને લઇને પ્રખ્યાત મહુડી મંદિર (mahudi temple) બંધ રહેશે તેવા સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે આજે આ અફવા હોવાનો ખુલાસો થયો છે. મહુડી મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, મહુડી જૈન તીર્થ દર્શન માટે ચાલુ છે. અફવાઓથી સાવધ રહેવું.
મહુડી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનીત વોરા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, મહુડી તીર્થમાં દર્શન ચાલુ છે, અફવાઓથી સાવધ રહેવું. હાલ દર્શનનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો છે. આવનાર યાત્રીએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી મંદિર સરકારની ગાઈડ લાઈનના આદેશ સાથે સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. મંદિર બંધ હોવાના ખોટા સમાચારો વહેતા થયા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી
શું અફવા વહેતી થઈ હતી....
ગઈકાલે એવી અફવા વહેતી થઈ હતી કે, ગાંધીનગર વધતા કોરોના સંક્રમણને લઇને પ્રખ્યાત મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, 20 માર્ચ થી 31 માર્ચ સુધી પ્રસિદ્ધ મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન-પૂજા માટે બંધ રહેશે. મહુડી ટ્રસ્ટનોએ દર્શનાર્થીઓને તીર્થયાત્રા હાલનાં તબકકે મોકૂફ રાખવા અનુરોધ કર્યો છે. આ સાથે જ મહુડી ધર્મશાળા, ભોજનાલય,પ્રસાદી ભવન પણ બંધ રહેશે.
આ પણ વાંચો : ધારાસભ્ય ગોવિંદ પટેલના વિવાદિત બોલ, મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી થતો