ધારાસભ્ય ગોવિંદ પટેલના વિવાદિત બોલ, મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી થતો

Updated By: Mar 21, 2021, 01:18 PM IST
ધારાસભ્ય ગોવિંદ પટેલના વિવાદિત બોલ, મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી થતો
  • લોકોને સલાહ આપનારા ભાજપના ધારાસભ્યે ગોવિંદ પટેલે ખુદ નાક નીચેથી માસ્ક પહેર્યું 
  • સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલા લેશે

ગૌરવ દવે/રાજકોટ :ચૂંટણી બાદ કોરોના વકર્યો છે તેવી ચારેકોર ચર્ચા છે. આવામાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના નિવેદનને કારણે વિવાદ વકર્યો છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદિત નિવેદન આપ્યું કે, જે લોકો મહેનત કરે તેને કોરોના નથી થતો. ભાજપના કાર્યકરોએ મહેનત કરી હતી. તેથી ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો. આમ, મીડિયા સામે ધારાસભ્ય ગોવિંદ પટેલ લોકોને નિયમો પાવળવાની અપીલ કરે છે, પણ કાર્યકરોનો બચાવ કરે છે. ગોવિંદ પટેલ પોતાના કાર્યકરોને નિયમો પાળવા માટે ટોકવાને બદલે બચાવ કરી રહ્યા છે. 

તો બીજી તરફ, આ વાત કરતા ધારાસભ્યએ પોતે યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હતું. ધારાસભ્ય ગોવિંદ પટેલે નાકથી નીચેથી માસ્ક પહેર્યું હતું. એક તરફ, યોગ્ય માસ્ક ન પહેરવા પર જનતાને દંડ થાય છે. નાકથી જરા પણ નીચે માસ્ક હોય તો દંડ વસૂલાય છે. સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલા લેશે. 

આ પણ વાંચો : કોરોના બેકાબૂ બનતા અમદાવાદમાં કોવિડ વોર્ડના દરવાજા ફરીથી ખોલાયા   

ધારાસભ્યએ શું કહ્યું....
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે એક નિવેદનમાં કહ્યં કે,  જે લોકો મહેનત કરે, મજૂરી કરે છે તેને કોરોના નથી થતો. ભાજપના કાર્યકરોએ મહેનત અને મજૂરી કરી હતી. તેથી ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો. લોકોને મારી ખાસ અપીલ છે કે તેઓ બેદરાકર જોવા મળે છે. રસ્તા પર પણ જતા હોય છે, તો માસ્ક પહેરતા નથી. ટોળામાં ગમે ત્યારે બેસતા હોય છે. ખાસ કરીને રેસ્ટોરન્ટમાં લારી ગલ્લા પર ટોળા કરીને નાસ્તો કરો છે. પાનના ગલ્લા પર પણ આવુ જ જોવા મળે છે. પ્રત્યેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે, આ પ્રકારની વર્તણૂ્ંક રાખે તો મહામારીનો રોગ અટકશે.