સુરત: બીટકોઇન કૌભાંડના મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજીની દિલ્હી એરપોર્ટ પરથી CID ક્રાઇમે ધરપકડ કરી હતી. હાલ દિવ્યેશ CID ક્રાઇમની કસ્ટડીમાં છે. CID ક્રાઈમે હવે દિવ્યેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં વધુ મોટા માથાના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવ્યેશ દરજીએ બીટકોઇન કૌંભાડનો એશિયા હેડ
મહત્વનું છે કે દિવ્યેશ દરજીએ બીટકોઇન કૌંભાડનો એશિયા હેડ હતો. તેણે બીટકનેક્ટ નામની કંપની અને બીટકોઇન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા પ્રા.લી. નામની એક ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ કરી હતી. આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરના પદ પર તેની પત્ની, પુત્ર અને પુત્રીનું નામ હોવાનું જાણાવા મળ્યું છે. 


બૂર્જ ખલીફામાં બીટકનેક્ટ નામની કંપની ઓફીસ પણ રાખી
દિવ્યેશે માર્ચ 2017માં શરૂ કરેલી આ ઇન્સ્ટિટ્યૂટમાં લોકોને બીટકોઇનના બિઝનેસમાં કઇ રીતે બીટકોઇન ખરીવા અને કઇ રીતે વેચવા અંગેની માહિતી આપવામાં આવતી હતી. જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટમાં બીટકોઇનના બિઝનેસને લગતા દરેક પ્રકારના દાવપેચ શિખવાડવામાં આવતા હતા. જ્યારે બૂર્જ ખલીફામાં બીટકનેક્ટ નામની કંપની ઓફીસ પણ રાખી હતી. 2.80 કરોડ બીટકોઈન બજારમાં મૂક્યા હતા, જેમાંથી 1.80 કરોડ બીટકોઈન વેચાયા હતા.