સુરતમાં હોમગાર્ડ જવાનની હત્યાનો સૌથી મોટો મામલો; ચાર આરોપીઓને ઝડપી લીધા
સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે હત્યાની સોપારી આપનાર મુખ્ય સુત્રોધર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સંદીપ વસાવા/કડોદરા: સુરતના કડોદરા જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે હત્યાની સોપારી આપનાર મુખ્ય સુત્રોધર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસમાંથી વધુ એક મોટી વિકેટ પડશે! ફરી વળ્યું છે ભાજપના ઓપરેશન લોટસનું વાવાઝોડું
કડોદરા GIDC પોલીસ મથકમાં GRD તરીકે નોકરી કરતા અને પલસાણા તાલુકાના શેઢાવ ગામે આમલેટ ની લારી ચલાવતો કિશન રાઠોડ નામનો યુવક ગત 20 તારીખના રોજ પોતાની લારી પર હાજર હતો. તે દરમિયાન કેટલાક ઈસમો બાઈકો અને મોપેડ લઈ આવી કિશન રાઠોડ પર હુમલો કર્યો હતો. કિશન રાઠોડે પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને મોતને ઘાટ ઉતારી તમામ ઈસમો ભાગી ગયા. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.અને હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ છે ભારતના 10 ધનવાન ખેડૂત, કમાણી જાણીને તમે પણ વિચારમાં પડી જશો
સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફુટેજના આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર જેટલા ઇસમોને બે મોપેડ,રોકડા,ત્રણ મોબાઈલ સહિત 1.18 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.અને તેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓને કિશન રાઠોડની હત્યાની સોપારી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદવ એ આપી હોવાનું જણાવ્યું હતું.અને બાદમાં પૈસાની લાલચે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી,બે દિવસ રેકી કરી GRD જવાનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
ધમાકેદાર કમાણી કરાવવા આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, 30 જાન્યુઆરીએ ઓપન થશે
પોલીસે હત્યામાં સામેલ
1- આશુ ઉર્ફે રાકેશ સિંગ. રહે ગોડાદરા : સુરત, 2- રાહુલ ડૂબે. રહે : પર્વત પાટિયા. સુરત, 3- મનીષ ઉર્ફે મોનું ચૌધરી. રહે : ગોડાદરા,સુરત, 4 : દત્તું ઉર્ફે ગતીયો દિનકર સટ્ટી, ગોડાદરા : સુરત શહેર નાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે હાલ હત્યાના ગુનાના મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદ સહિત 9 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી શિવકાંત ઝડપાશે બાદ જ ખબર પડશે સાચું હત્યાનું કારણ,પોલીસે મુખ્ય સૂત્રોધાર સહિતના આરોપીઓને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા છે.