આશ્કા જાની/અમદાવાદ: લગ્ન હકોને ભોગવવા મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના એક મુસ્લિમ યુગલના કેસમાં હાઈકોર્ટ દ્વારા આ આદેશ આપ્યો છે. જેમાં પતિ એ પાલનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પતિની તરફેણમાં હુકમ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમનને હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી, જેમાં હાઈકોર્ટે આજે આ ચુકાદો આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે લગ્ન હકોને ભોગવવા મામલે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે, મુસ્લિમ ધર્મના પર્સનલ લો પ્રમાણે મુસ્લિમોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે. દરેક ધર્મના પર્સનલ લોને ભારતના બંધારણના અનુસંધાને જોવા પડે. પત્નીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન ગુહમાં પાછા ફરવાનો આદેશ કરવો યોગ્ય નથી. 


મુસ્લિમ લો બહુપત્નીત્વનો સહનશીલતાથી સ્વીકારે છે, પરંતુ પ્રોત્સાહન આપતું નથી. મુસ્લિમ પતિને બીજી પત્ની કરવાનો અને બીજી સ્ત્રી સાથે દરેક સંજોગોમાં સહવાસ રાખવાનો મૂળભૂત હક નથી. યુનિફોર્મ સિવિલ કોડની વાત માત્ર કાગળ પર કે ચર્ચા માટે નહીં પરંતુ અમલ માટે થવી જોઈએ. 


અત્રે નોંધનીય છે કે,  લગ્ન હકોને ભોગવવા મામલે બનાસકાંઠાના એક મુસ્લિમ યુગલના કેસમાં hc એ આદેશ કર્યા છે. અગાઉ પતિ એ પાલનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં પતિની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને hc માં પડકારતી અરજી કરી હતા. જેમાં hc એ આજે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube