ગુજરાતમાં શું આ રીતે થશે સારવાર? સુવિધા હોવા છતાં દર્દીના સગા સ્ટ્રેચર ખેંચવા મજબૂર
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત વિવિધ રાજ્યના લોકો સારવાર અર્થ આવતા હોય છે. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યા છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હોવા છતાં દર્દીઓને લાભ મળી રહ્યો નથી. ભર ચોમાસામાં જ ભીના થઈને સ્ટ્રેચર પર દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં સર્વન્ટ હોવા છતાં દર્દીના સગા સ્ટ્રેચર ખેંચીને જ લઈ જઈ રહ્યા છે. એમ્બુલન્સની સુવિધા નહી મળતા દર્દી સગાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત વિવિધ રાજ્યના લોકો સારવાર અર્થ આવતા હોય છે. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાં જ ભર ચોમાસે જાતે સ્ટ્રેચર ખેંચીને જતા નજરે પડી રહ્યા છે. એક દર્દી નહિ અનેક હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ ચોમાસાના પાણીમાંથી ભીના થઈને સારવાર લેવા મજબૂર બન્યા છે. સિવિલ હોસ્પિટલમાં ચારથી વધુ એમ્બ્યુલન્સ હોવા છતાં દર્દીઓને એમ્બ્યુલન્સનો લાભ નહીં મળી રહ્યો છે. જેને લઈને દર્દીના સગાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
નવી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યો સહિત અનેક દાતાઓએ દર્દીઓને હાલાકી નહીં પડે તેના માટે એમ્બ્યુલન્સ ડોનેટ કર્યા છે. પરંતુ આ એમ્બ્યુલન્સ માત્ર શોભાના ગાંઠિયા બની ગયા હોય તેમાં હાલ દેખાઈ રહ્યું છે. વરસાદી પાણીમાં પાણીમાં ભીના થઈને દર્દીઓ નવી બિલ્ડીંગ થી જૂની બિલ્ડીંગ જઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સજા થવાની આશા લઈને સારવાર અર્થ આવતા હોય છે.
'લોહીના સંબંધ પણ ક્યારેક દગો દે છે', રાજકોટમાં એક એવી ઘટના જે સાંભળીને ચોંકી જશો
પરંતુ અહીં તો દર્દીઓને પહેલા તો ભારે હાલાકી ભોગવી પડે છે. સિવિલ હોસ્પિટલ ના અલગ અલગ રોડમાં દાખલ દર્દીઓ રિપોર્ટ કાઢવા માટે જૂની બિલ્ડીંગ થી નવી કિડની બિલ્ડીંગ અર્થ આવવાનું હોય છે. હાલ ચોમાસુ હોવાથી દર્દીઓને હાલાકી નહીં પડે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટના કારણે હાલ આ સુવિધા દર્દીઓ સુધી પહોંચતી નથી.
'પહેલા 100ની નોટ આપતા, પછી...', સાધુનો વેશ ધારણ કરી ઠગાઈ કરતી મદારી ગેંગ ઝડપાઈ
સિવિલ હોસ્પિટલ ન જૂની બિલ્ડીંગ જર્જરીત હોવાથી અનેક વોર્ડને નવી કીડીની બિલ્ડિંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બિલ્ડીંગના ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા આવતા દર્દીઓને જૂની બિલ્ડીંગના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવતા હોય છે. જ્યારે આ દર્દીઓને હાલાકી નહીં પડે દર્દીઓને એક બિલ્ડિંગથી અને બિલ્ડિંગમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થાપન ઉભી કરી છે. પરંતુ આ એમ્બ્યુલન્સની સેવા દર્દી સુધી પહોંચતો જ નથી. સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડીંગ અનિલ દુબે નામના દર્દીના પગ માં ઇન્ફેક્શન હોવાથી તેમની વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો; Jio એ રી-લોન્ચ કર્યો આ ઘાંસુ પ્લાન!
અત્યાર સુધીમાં તબીબો દ્વારા તેમને નવ બોટલ બ્લડ ચડાવવામાં આવ્યા છે.આજે હોસ્પિટલના તબીબ દ્વારા તેમને જૂની બિલ્ડીંગ થી નવી બિલ્ડીંગમાં ડાયાબિટીસ ચેક કરવા એકલા મોકલ્યા હતા. તેમને ના તો કોઈ સર્વન્ટ આપવામાં આવ્યો ના કોઈ એમ્બ્યુલન્સની સુવિધા. દર્દીના સગા જાતે જ બિલ્ડિંગ માંથી સ્ટ્રેચર ખેંચીને ભર ચોમાસાના પાણીમાં દર્દી સહિત પરિવારના સભ્યો ભીના થઈને નવી બિલ્ડીંગ ખાતે પહોંચ્યા હતા.એક દર્દીની વાતની અનેક દર્દીઓ ભર ચોમાસામાં જ પાણીમાં ભીના થઈને એક ઓળખી બીજા વોર્ડમાં જતા નજરે પડી રહ્યા છે. જેને લઈને દર્દી સહિત તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Pregnancy દરમિયાન ડેન્ગ્યુના આ લક્ષણોનું ધ્યાન રાખજો, બાળક માટે પણ છે મોટો ખતરો
નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સહિત સર્વન્ટ પણ છે તેમ છતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સગાઓને જાતે જ સ્ટ્રેચર ખેંચી રહ્યા છે.ચોમાસાના પાણીમાં દર્દી સહિત પરિવારજનો ભીના થઈને અલગ અલગ બિલ્ડીંગમાં જવા મજબૂર બન્યા છે. સિવિલ તંત્ર નિંદ્રામાંથી જાગી દર્દીઓને સુવિધા પૂરી પાડે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.