Pregnancy દરમિયાન ડેન્ગ્યુના આ લક્ષણોનું ધ્યાન રાખજો, બાળક માટે પણ છે મોટો ખતરો

સગર્ભાવસ્થા દરમિયાન જો ડેન્ગ્યુ થઈ જાય છે તો માતા અને ગર્ભ બંને જોખમમાં આવી શકે છે. તેથી તેના લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. આ લેખમાં જાણો જો ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ થાય તો કયા લક્ષણો જોવા મળે છે અને તે કેટલું જોખમી હોઈ શકે છે.

Pregnancy દરમિયાન ડેન્ગ્યુના આ લક્ષણોનું ધ્યાન રાખજો, બાળક માટે પણ છે મોટો ખતરો

ડેન્ગ્યુ તાવ એ મચ્છરોથી થતો રોગ છે. જેમાં ઉંચો તાવ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જો સગર્ભા સ્ત્રી ડેન્ગ્યુ તાવથી બીમાર હોય, તો તે તેના બાળકને ચેપ આપી શકે છે, જેનાથી પ્રેગ્નેન્સીનો ખતરો થઈ શકે છે. જેમ કે જન્મનું ઓછું વજન, અકાળે જન્મ અને મૃત્યુ પણ.

ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુના પડકારો:
ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ માતા અને બાળક બંને પર નકારાત્મક અસર કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, મૃત્યુ દર 15.9% છે. એડીસ મચ્છર દ્વારા ફેલાતો ડેન્ગ્યુ તાવ અનેક પડકારો ઉભો કરે છે. આ વાયરસનો ચેપ માતાના સ્વાસ્થ્યને અસર કરે છે અને વધતા ગર્ભને જોખમમાં મૂકી શકે છે. માતા અને અજાત બાળક પર ડેન્ગ્યુની બેવડી અસરો સમજવા માટે ચાલો તેના લક્ષણો જોઈએ.

લક્ષણો:
ચેપગ્રસ્ત મચ્છરો કરડવાથી ઘણા લક્ષણો હોઈ શકે છે, જે સામાન્ય રીતે 4-10 દિવસ પછી દેખાય છે. નીચેના લક્ષણો જે હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે.

શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે:
ડેન્ગ્યુમાં તાવ અચાનક 104°F (40°C)ને પાર કરી જાય છે. માથાનો દુખાવો અને આંખોની પાછળ પણ દુખાવો થાય છે. સ્નાયુઓ અને સાંધાઓમાં અસ્વસ્થતા અને નબળાઇ રહે છે અને આ નબળાઇ કેટલાક અઠવાડિયા સુધી રહે છે.

ઉલ્ટી
ઉલ્ટીનો અનુભવ થવો, ખાસ કરીને બીમારીના પ્રારંભિક ચરણમાં, ડેન્ગ્યૂનના સૌથી સામાન્ય લક્ષણોમાંથી એક છે.

ત્વચા પર ફોલ્લીઓ:
તાવની શરૂઆતના બેથી પાંચ દિવસ પછી શરીર પર ફોલ્લીઓ થઈ જાય છે.

પેઢામાંથી રક્તસ્ત્રાવ
કેટલાક લોકોના પેઢા અને નાકમાંથી લોહી નીકળવા લાગે છે.

પેટમાં દુખાવો :
પેટમાં હળવો દુખાવો શરૂ થાય છે. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમને કારણે અંગોને પણ નુકસાન થાય છે.

બાળકને નુકસાન:
ડેન્ગ્યુ ગર્ભને પણ અસર કરે છે. જો માતાને ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ થાય છે, તો તે ગર્ભમાં ફેલાઈ શકે છે. બાળકનું વજન વધતું નથી, સમય પહેલા જન્મી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. જો ડેન્ગ્યુ ગર્ભાવસ્થાના બીજા કે ત્રીજા ત્રિમાસિક દરમિયાન થાય છે, તો તેની અસર ખૂબ જ ગંભીર હોય છે. ડેન્ગ્યુના ચેપને કારણે બાળકના મગજનો વિકાસ થતો નથી. તેની સાંભળવાની ક્ષમતાને અસર થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news