ઝી બ્યુરો/ભાવનગર: રાજ્યમાં તળાવ કે નદીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહુવા તાલુકાની માલણ નદીમાં 4 યુવકો ડૂબી ગયા છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે. બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. નજીકના રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આવ્યા હતા. બપોરના સમયે નદીએ નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે ગુમ થયેલા અન્ય બે યુવાનોની શોધખોળ શરૂ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાહકનો વિવાદ! અમે અદાણીને 3900 કરોડ વધારે ચૂકવ્યા, સરકારે કબૂલ્યું: એ અમે સરભર કરીશુ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા 4 લોકો પાણીમાં ગરકાવ થયા છે. મળતી માહિતી મુજબ રૂપાવટી ગામના 4 ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે. મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા છે. 


ઉલટી ગંગા! સરકારે અદાણીને 3900 કરોડ વધુ ચૂકવ્યા, કોંગ્રેસે કહ્યું, ED-CBI કરે તપાસ


હાલ બે લોકો ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.


વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી