જુનાગઢ : લાકડીના ઘા અને પાટા મારી સગર્ભા મહિલાના ભ્રૂણની હત્યા કરાઈ
સાંભળીને હૃદય ધડીક ધબકવાનુ બંધ કરી દે તેવી હિચકારી ઘટના જુનાગઢમાં બની છે. જુનાગઢના વિસાવદરમાં એક ગર્ભવતી મહિલાને લાકડીના ઘા અને પાટી મારીને તેના પેટમાં રહેલ ભ્રૂણની હત્યા કરવાનું પાપ કરવામાં આવ્યું હતું.
હનીફ ખોખર/જુનાગઢ :સાંભળીને હૃદય ધડીક ધબકવાનુ બંધ કરી દે તેવી હિચકારી ઘટના જુનાગઢમાં બની છે. જુનાગઢના વિસાવદરમાં એક ગર્ભવતી મહિલાને લાકડીના ઘા અને પાટી મારીને તેના પેટમાં રહેલ ભ્રૂણની હત્યા કરવાનું પાપ કરવામાં આવ્યું હતું.
સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસાવદરના પ્રેમપરા ગામમાં દેવી પૂજક પરિવાર રહે છે. જીવરાજ દેવીપૂજકના પત્ની લક્ષ્મીબેન દેવીપૂજક ગર્ભવતી હતી. લક્ષ્મીબેન ખેતરની વાડ પાસે ભેંસ ચરાવતા હતા, ત્યારે દુલાભાઈ માળવીયા નામના એક આધેડે તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. લક્ષ્મીબેન આઠ મહિનાના ગર્ભવતી હતા, ત્યારે દુલા માળવીયાએ તેમને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. તેમણે લક્ષ્મીબેનના પેટ પર લાકડીના ઘા કર્યા, તેમજ પાટા પણ માર્યા હતા. ઘાયલ લક્ષ્મીબેનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમના આઠ માસના ગર્ભનું મોત થયું હતું. આ સાંભળી પતિપત્નીના માથા પર આભ ફાટી પડ્યું હતું.
લક્ષ્મીબેનને જુનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. પોલીસે દુલાભાઈ માળવીયા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :