ચાની કીટલી પર કામ કરતા યુવકે બદલો લેવા મિત્રના નામે ખંડણીનો પત્ર લખ્યો, અને પછી...
અમદાવાદના એક વેપારીને નક્સલીઓના નામે ધમકી મળી અને સાથે જ પરિવારની મહિલાઓ પર રેપ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીએ પત્રમા જણાવ્યું હતું કે, જો વેપારી પોલીસને જણાવશે તો તેને મારી નાખશે. આમ, વેપારી પાસેથી 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પત્ર વાંચી વેપારીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીના નામે આવેલી આ ચિઠ્ઠી જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે બોપલ ખાતે ચાની કીટલી ધરાવતા અનુપ જગભીયેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અનુપ મૂળ નાગપુરનો રહેવાસી છે અને અગાઉ નોકરી કરતો હતો ત્યારે સાથી કર્મી સાથે માથાકૂટ થતા તેનો બદલો લઈને ફસાવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના એક વેપારીને નક્સલીઓના નામે ધમકી મળી અને સાથે જ પરિવારની મહિલાઓ પર રેપ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીએ પત્રમા જણાવ્યું હતું કે, જો વેપારી પોલીસને જણાવશે તો તેને મારી નાખશે. આમ, વેપારી પાસેથી 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પત્ર વાંચી વેપારીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીના નામે આવેલી આ ચિઠ્ઠી જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે બોપલ ખાતે ચાની કીટલી ધરાવતા અનુપ જગભીયેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અનુપ મૂળ નાગપુરનો રહેવાસી છે અને અગાઉ નોકરી કરતો હતો ત્યારે સાથી કર્મી સાથે માથાકૂટ થતા તેનો બદલો લઈને ફસાવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમચંદનગર રોડ પર રહેતા પરેશભાઈ ઝુરમરવાલા એસજી હાઇવે પર ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસ ધરાવે છે. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. અંદાજે પાંચેક દિવસ પહેલા તેમની સોસાયટીનો વોચમેન ગાડી સાફ કરવા આવ્યો હતો. ત્યારે દરવાજા પાસે એક સફેદ કવર પડ્યું હતું. આ કવર લઈને ગાર્ડે પરેશભાઈને આપ્યું હતું. જોકે આ કવરમાં કોઈ ચીઠ્ઠી જેવું જ લાગતા તેમણે કવર પર લખેલું વંચાણ વાંચ્યું હતું. જેમાં તેઓ પાસેથી ખંડણી માંગવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી.
ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વેપારીને ધમકીભર્યો લેટર મળતા જ હાહાકાર મચી જવા પામ્યો છે. આ ચિઠ્ઠી લખનારે 20 લાખની ખંડની માંગી વેપારીના પરિવારની મહિલાઓ પર રેપ કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં તેના ગામના નક્સલવાદ તેના મિત્રો હોવાની ધમકી આપી પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરી ધમકી આપી હતી. સમગ્ર મામલે વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચે પત્રમાં જે મોબાઈલ નંબર લખ્યો હતો તેને લઈને તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે સુમિત નામના વ્યક્તિ આ પત્ર નથી લખ્યો, પણ તેના એક મિત્ર અનુપે આ પત્ર લખ્યો હતો. પોલીસે અનુપ નામના આરોપીની બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે તેવું સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી દરજીએ જણાવ્યું.
આરોપી અનુપની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, સુમિત અને અનુપ છ માસ પહેલા અમદાવાદની એક ચાની કીટલી પર સાથે કામ કરતા હતા. અનુપ અને સુમિત વચ્ચે કામને લઈ ઝઘડો થયો હતો. જેને લઈને અનુપને નોકરી છોડવાનો વારો આવ્યો હતો, જેનો બદલો લેવા માટે અનુપે આવો સુમિતના નામનો પત્ર લખી અને પત્રમાં મોબાઈલ નંબર સુમિતનો લખ્યો હતો. તે સુમિતને ફસાવવા માંગતો હતો. પણ તે આ બદઈરાદામાં અનુપ સફળ ન થયો અને કાયદાના સકંજમાં કસાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર