ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત્યા

ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ આખા દેશમાં ગાજ્યું હતું, ત્યાં હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણની એકસાથે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 
ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત્યા

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ આખા દેશમાં ગાજ્યું હતું, ત્યાં હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણની એકસાથે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news