ચેતન પટેલ/સુરત :સુરતના લિંબાયત વિસ્તારમા થયેલી યુવાનની હત્યા પ્રકરણમા નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેલમા બેઠા બેઠા મનીયો ડુકકર નામના શખ્સે સોપારી આપી હતી. જે સોપારી લઇને ત્રણ આરોપીઓએ હત્યા કરી હતી. હાલ લિંબાયત પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમા રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, ‘મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડાશે નહિ’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના લિંબાયત વિસ્તારમા 3 દિવસ અગાઉ ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા મહિલા પર હુમલો કરવામા આવ્યો હતો. આ હુમલા દરમિયાન સ્થાનિક બે યુવાનો મહિલાને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. દરમિયાન આરોપીઓ દ્વારા બંને યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ બંને યુવાનોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડયા હતા. જ્યા સારવાર દરમિયાન ગણેશ પાટીલ નામના શખ્સનું કરુણ મોત નિપજયુ હતુ. આ બનાવ બાદ લિંબાયત પોલીસે ત્રણ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. 


અમદાવાદ : મેયરના કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલા કોર્પોરેટરને કોરાના, AMC શાસકોમાં ફફડાટ ફેલાયો


પોલીસ પૂછપરછ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે ખુલાસો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. થોડા સમય પહેલા વિશાલ વાઘ અને મનીયા ડુકકરની લાજપોર જેલમાં કોઇ વાતને લઇને ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખી મનીયા ડુકકરે જેલમા બેઠા બેઠા વિશાલના પરિવાર પર હુમલાની સોપારી આપી હતી. જે સોપારી લઇ આ ત્રણેય યુવાનો વિશાલના ઘરમા ઘૂસી ગયા હતા અને તેની માતા પર હુમલો કર્યો હતો. 


રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી 


સુરતના એસીપી એ.એમ. પરમારે જણાવ્યું કે, હાલ પોલીસે ત્રણ આરોપીઓને કોર્ટમા રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતની લાજપોર જેલ એશિયાની હાઇટેક જેલ માનવામા આવે છે. આ હાઇટેલ સિક્યુરિટી વચ્ચે પણ જેલની અંદર મોબાઇલ કઇ રીતે પહોંચે છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે. જેલ મેનેજમેન્ટ પણ રૂપિયાના જોરે તમામ સુવિધાઓ આપતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. કારણ કે, ચાર દિવસ અગાઉ માથાભારે સુર્યા મરાઠીના હત્યારાઓએ જેલમા બેઠા બેઠા ફોટો પોસ્ટ કર્યો હતો. જે અંગે પણ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમા હવે પોલીસ કયા પ્રકારની અને જેલ મેનેજમેન્ટ વિરુદ્ધ કોઇ પગલા લે છે કે કેમ તે જોવુ રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર