Rajkot AIIMS: રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે પહોંચ્યા મનસુખ માંડવીયા, લોકાર્પણને લઈ મોટી જાહેરાત
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં 22 AIMS માંથી ગુજરાતમાં રાજકોટને મળી છે. આજે રાજકોટમાં ડેવલપમેન્ટ કામ રિવ્યૂ કર્યું. જેમાં AIMSનું કામ 60 ટકા પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા મહેમાન બન્યા છે. મનસુખ માંડવીયાએ આજે રાજકોટ એઇમ્સ સાઈટ પર સમીક્ષા બેઠક કરી હતી. સમીક્ષા બેઠક બાદ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રેસ કોફ્રરન્સ કરી હતી.
પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતાં બીજી જ સેકન્ડે પત્નીનો નિર્ણય, કહ્યું- અંગદાન કરવું છે
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં 22 AIMS માંથી ગુજરાતમાં રાજકોટને મળી છે. આજે રાજકોટમાં ડેવલપમેન્ટ કામ રિવ્યૂ કર્યું. જેમાં AIMSનું કામ 60 ટકા પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ AIMSનું કામ આગામી ઑક્ટોબરમાં પૂર્ણ થશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓકટોબરમાં રાજકોટ AIMSનું લોકાર્પણ કરશે. દિવાળીમાં પ્રધાનમંત્રી AIMS નું લોકાર્પણ કરશે. મનસુખ માંડવીયાએ નિર્માણાધીન એઇમ્સનું કામ કેટલું પૂરું થયું અને કેટલું બાકી છે તેની વિગતો મેળવી હતી. ઓપીડી શરૂ પણ આઈપીડી શરૂ કરવામાં કેમ વિલંબ તેની વિગતો પણ માંગી હતી.
STમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર! મુસાફરોને હવે નવી બસોમાં મળશે નવી સુવિધાઓ!
તુર્કીમાં ભારતની મદદને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારત હંમેશાં વસુદેવ કુટુમ્બકમમાં માને છે. જેથી આપણે બનતી તમામ મદદ કરીશું. હાલ રેસ્ક્યૂ ટીમ તૂર્કી પહોંચી ચૂકી છે.
રાજકોટમાં બનેલી આ ઘટના તે વાતનું ઉત્તમ ઉદાહરણ...! અસામાજિક તત્વોએ કર્યું અભદ્ર વર્તન
મહત્વનું છે કે, આ અવસરે રાજકોટના ચારેય ધારાસભ્ય મનસુખ માંડવીયા સાથે અઇમ્સ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, સિવિલનું બિલ્ડિંગ AIMS હોસ્પિટલને આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અને AIMS વચ્ચે એમ.ઓ.યુ થાય તો સારું. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે.
બાબા વેંગાની સૂર્યને લઈને ભવિષ્યવાણી સાચી પડી, 2023ને લઈને કર્યાં ચોંકાવનારા દાવા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેડલક કે અમુક ડોક્ટરો તેની ડ્યુટી મૂકીને દારૂ પીવે છે. વ્યવસ્થાઓ સુધારવા માટે મારા હંમેશા પ્રયાસો રહેશે. હું આવતા દિવસોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હજી પણ રજૂઆત કરીશ.
ઉલ્લેખનીય છે કે, એઇમ્સની સમીક્ષા બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા,રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, MLA અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ડો દર્ષિતા શાહ અને ઉદય કાનગડ, રમેશ ટીલાળા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ, મેયર પ્રદીપ ડવ સહીત એઇમ્સનાં તબીબી અધિકારિઓ પણ હાજર રહ્યા હતા.