રાજ્યના 90 ટકા મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની ના પાડી
- ગરબા આયોજકોનું માનવું છે કે, આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે.
- અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં નવરાત્રિ (Navratri 2020) ના આયોજન મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મોટા ગરબા આયોજકોમાંથી 90 ટકા ગરબા રમાડવાની ના પાડી રહ્યા છે. કોરોનાકાળમાં ગરબા (garba) ના આયોજન મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ત્યારે ગરબા સંચાલકોએ જ પહેલ કરી છે કે, વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે તેઓ ગરબાનું આયોજન નહિ કરે. લોકોની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા આયોજકોનું કહેવું છે કે, મોટા ગરબા આયોજનોમાં હજારો લોકો આવતા હોય છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) જાળવવું શક્ય નથી. 10 ટકા સંચાલકોનું કહેવું છે કે, તેઓ રાજ્ય સરકારની ગાઈડ લાઈનની રાહ જોશે, જો તેમાં રાહત હશે તો ગરબાના આયોજનો પર વિચાર કરીશું. સાથે જ હજારો માણસો પાસે નિયમોનું પાલન કરાવવું અમારા હાથમાં નથી. જો કે આ સ્થિતિમાં મોટા ભાગના ગરબા આયોજકોનું માનવું છે કે, આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે તેના મુલત્વી રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
આ આયોજકોની ગરબા ન યોજવાની જાહેરાત
રાજકોટમાં સ્વૈચ્છિક રીતે ગરબાનો આયોજન ન કરવા અનેક ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે. આયોજકોએ ગરબા નહિ આયોજવા નિર્ણય કર્યો છે. જેમાં સરગમ કલબઆયોજિત ગોપી રાસ, સહિયર રાસોત્સવ, જૈન સમાજ અયોજીત જૈન વિઝન કલબમાં ગરબા આ વર્ષે ગરબા નહિ યોજાય. કોરાનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : શિવસેનાનું ગુંડારાજ : કંગના બાદ સામાન્ય નાગરિકો પર ફૂટ્યો ગુસ્સો, રિટાયર્ડ નેવી ઓફિસરને બેરહેમીથી માર્યો
ગરબા ન યોજવા તબીબોની સરકારને અપીલ
તો બીજી તરફ આ વર્ષે ગરબા ન યોજવાની તબીબો દ્વારા માંગ ઉઠી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી છે. તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે. આ વર્ષે નવરાત્રિનું આયોજન ન કરો. એક વર્ષ માટે ગરબાનો મોહ ન રાખવા તમામ ડોક્ટર્સ દ્વારા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : ડ્રગ્સના પાતાલલોકમાંથી આ 5 ચહેરા બહાર આવ્યા, રિયાએ ફોડ્યો બોલિવુડના ડ્રગીસ્ટનો ભાંડો
હજી મંજૂરીના ઠેકાણા નથી, ત્યાં ગરબા પ્રેક્ટિસ શરૂ
તો બીજી તરફ, નવરાત્રિ નજીક આવતા ખેલૈયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગરબાની પરવાનગી મળશે તેવી અપેક્ષા સાથે ખેલૈયાઓ તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે કોરોના સંક્રમણથી બચવા ખાસ માસ્ક અને ગ્લોવ્ઝ તૈયાર કરાયા છે. માસ્ક અને ગ્લોવ્ઝમાં પીએમ મોદી કોરોના વાયરસને કચડતા બતાવવામાં આવ્યા છે. માસ્ક અને ગ્લોવ્ઝમાં સેનેટાઇઝર, PPE કીટ, ચશ્મા પણ બનાવવામાં આવ્યા છે. સરકાર ગરબા માટે પરવાનગી આપે એવી ખેલૈયાઓએ વિનંતી કરી રહ્યાં છે. ગરબાની પરમિશન મળશે એવુ વિચારીને અનેક લોકોએ ગરબાના સ્ટેપ્સ શીખવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારો છે આજે વરસાદના ટાર્ગેટમાં