ડ્રગ્સના પાતાલલોકમાંથી આ 5 ચહેરા બહાર આવ્યા, રિયાએ ફોડ્યો બોલિવુડના ડ્રગીસ્ટનો ભાંડો

 રિયા દ્વારા આપવામાં આવેલા 25 નામોને એનસીબીએ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં પાંચ નામ એવા છે, જેમના પર સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે

Sep 12, 2020, 08:43 AM IST

ઝી મીડિયા/બ્યૂરો :સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ મામલે મુંબઈના ભાયખલ્લા જેલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જામીન લેવા માટે રિયા ચક્રવર્તીએ કોર્ટની સામે કહ્યું કે, તે ડ્રગ્સ લેતી નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ દબાણ નાંખીને ડ્રગ્સ લેવાની વાત તેની પાસેથી કબૂલ કરાવી. પરંતુ ZEE NEWS એ રિયાના મોઢામાંથી નીકળેલા સત્યનો વીડિયો રૂપી પુરાવો આપ્યો. જામીન પર સુનવણીના કેટલાક કલાક પહેલા દેશની જનતાને રિયાનું સત્ય બતાવ્યું. અમે એ વીડિયો રજૂ કર્યો, જેમાં રિયા ડ્રગ્સ લેતી સ્પષ્ટ નજરે આવી રહી છે. વીડિયોના સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીએ એનસીબીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એ 25 નામોની લિસ્ટ આપી, જે ક્યાંકને ક્યાંક નશાના આ પાતાલલોકમાં સામેલ છે. NCB એ 25 માંથી સૌથી પહેલા 5 સિલેક્ટેડ લોકોને કાઢ્યા છે, જેના પર જલ્દી જ કાર્યવાહી થઈ શકે છે. ZEE NEWS પર રિયાના ડ્રગ્સ લેવાનો વીડિયો બતાવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં અત્યાર સુધી સૌથી મોટી ખુલાસો થયો છે. રિયા દ્વારા આપવામાં આવેલા 25 નામોને એનસીબીએ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં પાંચ નામ એવા છે, જેમના પર સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે. (આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video )

1/5

બોલિવુડના નશેબાજ નંબર 1

બોલિવુડના નશેબાજ નંબર 1

રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં જે સેલિબ્રિટીઝનું નામ લીધું છે, તેમાં સૌથી મોટું નામ છે સારા અલી ખાન. સારા અલી ખાન આમ તો બહુ જ ઓછા સમયમાં મોટી સ્ટાર બની ચૂકી છે. કેમ કે, તે એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે.

2/5

બોલિવુડના નશેબાજ નંબર 2

બોલિવુડના નશેબાજ નંબર 2

રકુલ પ્રીત સિંહનું નામ રિયા ચક્રવર્તીએ એનસીબીને પોતાના 20 પાનાના નિવેદનમાં આપ્યું છે.

3/5

બોલિવુડના નશેબાજ નંબર 3

બોલિવુડના નશેબાજ નંબર 3

ડિઝાઈનર સીમોન ખંભાટા

4/5

બોલિવુડના નશેબાજ નંબર 4

બોલિવુડના નશેબાજ નંબર 4

મુકેશ છાબરા, જેઓ રિયાની ડ્રગ્સ ટીમના પાંચમા પ્લેયર છે, અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે 

5/5

બોલિવુડના નશેબાજ નંબર 5

બોલિવુડના નશેબાજ નંબર 5

સુશાંત સિંહ રાજપૂતની મિત્ર અને રેનડ્રોપ મીડિયાની ફાઉન્ડર અને ડાયરેક્ટર રોહિણી અય્યર