સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે... તેવું ચિઠ્ઠીમાં લખી પરિણીતાએ આપઘાત કર્યો
Ahmedabad News : દહેજના ખપ્પરમાં વધુ એક ગુજરાતી વહુની જિંદગી હોમાઈ... પોલીસ પરિવારમાં પરણેલી યુવતીએ લગ્નના બે વર્ષમાં જ આત્મહત્યા કરીને મોત વ્હાલુ કર્યું
Married Woman Suicide ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ ના રામોલમાં એક પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. સમગ્ર બાબતને લઈને મૃતક મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા દુખભરી કહાની લખી હતી. જે પુરાવા આધારે તમામ ગુનામાં સામેલ લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં પરણિતાને તેના સાસરિયાઓએ દહેજને લઈને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો છે. લગ્નના 4 માસ બાદથી જ પતિએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. બીજા લગ્ન બાદ પણ પતિનો ત્રાસ મળતા પરિણીતાએ મોત વ્હાલુ કર્યું. સાથે જ પરિણીતાએ અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. તેમણે કહ્યુ હતું કે, સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે.
આ પણ વાંચો :
CMOમાં ‘સાહેબો’ વધ્યા : ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસ ખાલી
મંત્રીઓના PA-PS ની નિમણૂંક થઈ, જુઓ કમલમ-સરકારમાં મારેલા આંટાફેરા કોને ફળ્યાં?
મોટા ઉપાડે શરૂ કરેલી આ યોજનામાં કોઈ ઠેકાણા નથી, ૩૫૦૦ કરોડનો ધૂમાડો છતાં ખેડૂતો મજબૂર
પરિણીતાના આપઘાત બાદ રામોલ પોલીસે પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. રામોલના ઉમિયા નગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ ચૌહાણ સાથે આપઘાત કરનાર યુવતીના લગ્ન 2020 માં થયા હતા, લગ્નના 4 મહિના બાદથી તેના પતિ, સાસુ સસરા દ્વારા અવારનવાર તેની સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી અને તેને શારીરિક માનસિક ત્રાસ પણ અપાતો. ‘તારો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોય અને છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું...’ હોય તેવા મહેણા મારીને તેના પતિ સાસુ અને સસરા તેને અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
ગુજરાતમાં પ્રદેશ મહામંત્રીનો વિવાદ દિલ્હી સુધી પહોચ્યો : મામકાઓને પદોની લ્હાણી કરાઈ