મોટા ઉપાડે શરૂ કરેલી ગુજરાતની આ યોજનામાં કોઈ ઠેકાણા નથી, ૩૫૦૦ કરોડનો ધૂમાડો છતાં ખેડૂતો કરે છે ઉજાગરો

Kisan Suryoday Yojana Gujarat ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ નીવડી છે.... સરકારે કરોડો ખર્ચ્યા છતાં ખેડૂતોને દિવસે વીજળી મળી નથી રહી... ખેડૂતો કડકડતી ઠંડીમાં રાતે ખેતર જવા મજબૂર બન્યા

મોટા ઉપાડે શરૂ કરેલી ગુજરાતની આ યોજનામાં કોઈ ઠેકાણા નથી, ૩૫૦૦ કરોડનો ધૂમાડો છતાં ખેડૂતો કરે છે ઉજાગરો

Kisan Suryoday Yojana Gujarat : હાલ ચારેતરફથી ગુજરાતનો ખેડૂત ભીંસમાં છે, લોકોને અન્ન આપતો ગુજરાતનો ખેડૂત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ પકવેલા પાકનો પૂરતો ભાવ મળતો નથી. આવક તો છોડો, ખર્ચો કાઢવો પણ મુ્શ્કેલ છે. ત્યાં સરકાર દિવસે વીજળી આપવા મામલે મગનું નામ મરી નથી પાડી રહી. સરકાર માત્ર વચનો આપી રહી છે. ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના મોટા ઉપાડે શરૂ કરી હતી, પણ રૂા.૩૫૦૦ કરોડનો ધુમાડા બાદ પણ આજેય ગુજરાતના એકેય ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. આજે પણ ખેડૂતોને વીજળી માટે આખીય રાત જાગવા મજબૂર બન્યા છે.

હાલ ગુજરાતમાં ખેડૂતોની જે સ્થિતિ છે તે જોતા કહી શકા કે, ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્યાસ્ત થયો છે. ગુજરાતમાં  વિધાનસભાની ચૂંટણી વખતે આ જ ભાજપે ખેડૂતોને દિવસે વીજળી આપવાના વચનો તો આપ્યા હતા. પરંતુ હવે સરકાર આ વાયદા પૂરા કરવામાં ઠાગા ઠૈયા કરી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતે વીજળી આપવામાં આવે છે. તેમાં ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યું છે. પરંતું સરકાર હજી સુધી આ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. 

આ પણ વાંચો : 

યોજનાનો હેતુ શું હતો 
ખેડૂતોને દિવસે વીજળી આપવાના વચનોનો ફિયાસ્કો થયો છે. વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સરકારના વચનનો ફિયાસ્કો રાજ્યમાં ખેડૂતો સિંચાઇનું પાણી મેળવી ખેતી કરી શકે તે માટે સવારે 5 વાગ્યાથી લઈને રાત 9 વાગ્યા સુધી વીજળી મળી રહે એ માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. આ માટે કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ આ યોજના સફળ રહી નથી. ખેડૂતો ખેતી કરી શકે તે માટે સવારે પાંચ વાગ્યાથી 9 વાગ્યા સુધી વીજળી આપવાની આ યોજનાનો ફિયાસ્કો થયો છે.  ગુજરાતમાં ૧૭.૨૫ લાખ ખેડૂતોને આવરી લઈને આ યોજનામાં ઓગસ્ટ 21 સુધીમાં 3029 ગામડાઓને આવરી લેવાયા હતા.કોંગ્રેસના વડા પાલ આંબલિયાનો આક્ષેપ છે કે  આજ દીન સુધી એકેય ગામડામાં ખેડૂતો સુધી દિવસે વીજળી પહોચી નથી. ખેડૂતોને આજેય રાત ઉજાગરા કરવા પડી રહ્યાં છે. મોડી રતે ખેતરમાં જંગલી પ્રાણીઓના હુમલાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 

રાજ્ય સરકારે બજેટમાં પ્રાયોગિક ધોરણે માળખાકીય સુવિધા માટે રૂા.૩૫૦૦ કરોડની નાણાંકીય જોગવાઇ સુધ્ધાં કરી હતી. જેથી ૬૬ કેવી સ્ટેશન સહિતની માળખાગત વ્યવસ્થા ઉભી કરાય. પ્રથમ તબક્કામાં તબક્કામાં પ્રાયોગિક ધોરણે ત્રણ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓમાં ય હજુય દિવસે વીજળી મળતી નથી. વીજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ આ અમલવારી થઈ નથી. સરકારે 2022 સુધીમાં આ યોજનાને આખા રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લીધો હતો પણ પ્રારંભિક લક્ષ્યાંક પણ હજુ અધૂરો છે. આમ સરકાર મસમોટા વચનોની જાહેરાત કરે છે પણ અમલવારી કરી શકતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news