દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત, યુવતીના પિતાએ સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
દહેજના ત્રાસને કારણે કેટલાક પરિવારો વેરણછેરણ થયા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરવી પડી છે. જો કે, આત્મહત્યા કરતા પહેલા પરિણિતાએ તેના પતિને ફોન પર સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. જેથી પરિણીતાના પિતાએ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરાર પરિવાર ક્યાં ગયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન, અમદાવાદ: દહેજના ત્રાસને કારણે કેટલાક પરિવારો વેરણછેરણ થયા છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં બન્યો છે. જેમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરવી પડી છે. જો કે, આત્મહત્યા કરતા પહેલા પરિણિતાએ તેના પતિને ફોન પર સમગ્ર સ્થિતિની જાણ કરી હતી. જેથી પરિણીતાના પિતાએ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ફરાર પરિવાર ક્યાં ગયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના
સોલા પોલીસ સ્ટેશનની બહાર આંખમાં આંસુ સાથે બેઠેલા આધેડનું નામ ગયા પ્રસાદ કોરી છે. ગયા પ્રસાદની સૌથી મોટી દીકરી મનુ કોરીના લગ્ન ઉત્તર પ્રદેશના વતની મહેશ શ્યામરાજ કોરી સાથે થયા હતા. બે વર્ષ પહેલા થયેલા લગ્ન સમયે પરિવારે દીકરીને કરિયાવર પણ આપ્યું હતું. તેમ છતાં સાસરિયાની લાલચ ગાડી અને રૂપિયા હતી અને જેને કારણે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. સાસરીયાનો ત્રાસ એટલી હદે હતો કે બે વર્ષમાં બે વખત તે પોતાની સાસરી છોડી પિયર રહેવા આવી ગઈ હતી.
આ પણ વાંચો:- 9 જુલાઇથી એન્જીનીયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા જ કરાવાનું રહેશે રજિસ્ટ્રેશન
ગયા પ્રસાદની દીકરી મનુના લગ્ન મહેશ સાથે થયા બાદ માત્ર એક મહિનામાં જ સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નાની નાની વાતે મેણા મારવા, દહેજની માગણી કરવી વગેરે ત્રાસથી પરિણીતાને હેરાન કરવામાં આવતી હતી. જો કે, મહત્વનું છે કે, 26 તારીખે પરિણીતાએ આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા પોતાના પતિને ફોન કર્યો અને પોતાના પર થતા અમાનુષી અત્યાચાર વિશે જાણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે બપોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે અંગે યુવતીના પિતાએ પતિ, સાસુ, સસરા, નણંદ અને જેઠ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:- અમદાવાદ : ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં, વિરોધ કરતા 25ની પોલીસે અટકાયત કરી
હદ તો ત્યારે વટી ગઈ હતી જ્યારે પરિણીતાએ આત્મહત્યા કર્યા બાદ તેના સાસરિયાના પરિવારજનો પરિણીતાનો મૃતદેહ પણ લેવા ન રહ્યાં અને ફરાર થઈ ગયા હતા. 4 દિવસ બાદ પરિણીતાના પિતાએ તેના મૃતદેહ સ્વિકાર કરી મૃતદેહની અંતિમ વિધી કરી. આવા સાસરિયા વિરુદ્ધ પોલીસ અને કોર્ટ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube