મુસ્તાક દલ/જામનગર: જામનગરના મસીતીયા ગામે ધુળેટી પર્વત નિમિત્તે વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી છે. છેલ્લા 125 વર્ષથી ઘૂળેટી પર્વ અને મસિતિયા ગામે આવેલ કમરૂદીન બાબાના ઉર્ષની સંયુક્ત રીતે ઉજવણી કરી અશ્વ દોડ અને ઊંટ ગાડી દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gautam Adani: ગૌતમ અદાણીની જોરદાર વાપસી, અમીરોની યાદીમાં 12 સ્થાનનો કૂદકો


જામનગરના મસીતીયા ગામમાં વર્ષોથી અશ્વ દોડ અને ઊંટ ગાડી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ કાઠીયાવાડી ઘોડાએ રેસમાં ભાગ લીધો હતો. આ વર્ષે યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધામાં  મસીતીયા ગામના ઘોડાએ ઇનામ જીત્યું છે. આ વર્ષ 302 નબરના ઘોડો સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે.


હોળીના દિવસે સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને કરપીણ હત્યા, જાણો સમગ્ર વિગત


જો કે ગત વર્ષે બાદશાહ 307 પહેલા નંબર આવ્યો હતો. છેલ્લા 125 વર્ષથી મસીતીયામા ઘોડા રેસનું આયોજન કરવામાં આવે છે. પરંપરા મુજબ જે ઘોડો પ્રથમ નંબરે આવે તેના માલિકને સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. આ અશ્વદોડ અને ઊંટ ગાડી દોડ સ્પર્ધા નિહાળવા માટે શહેરીજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 


સોમનાથમાં ક્યારેય ન બન્યું હોય તે બન્યું : બિલ્વપૂજા માટે ભક્તોએ રેકોર્ડ તોડ્યો