અતુલ તિવારી/ અમદાવાદ: ધોરણ 10 માં માસ પ્રમોશન (Mass Promotion) મેળવેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના (State School Administrators' Federation) પ્રમુખ ભાસ્કર પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જેમાં ભાસ્કર પટેલે જણાવ્યું કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓની (Std 10 Students) માર્કશીટમાં માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે નહીં. માર્કશીટ (Marksheet) જે રીતે ભૂતકાળમાં બનતી રહી છે, એમ જ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની 80 ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી અને 20 ગુણ સ્કૂલ દ્વારા આપવામાં આવતા હતા. પરંતુ આ વખતે 80 ગુણની બોર્ડે પરીક્ષા લીધી નથી પણ ભૂતકાળમાં શાળાઓમાં એકમ કસોટી લેવાઈ છે, એના આધારે માર્કશીટ તૈયાર કરવી જોઈએ. બાળક 33 ગુણે પાસ થાય છે અને માર્કશીટમાં એ જ રીતે ગુણ મુકવામાં આવશે, પણ આ વખતે તમામ વિદ્યાર્થીઓને પાસ કરાશે.


આ પણ વાંચો:- ધોરણ 10 ના રેગ્યુલર સ્ટુડન્ટ્સ બાદ હવે આ વિદ્યાર્થીઓએ કરી માસ પ્રમોશન માંગ


ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ એકમ કસોટી નથી આપી, એવા પણ ઘણા વિદ્યાર્થીઓ હોઈ શકે છે, ખાસ કરીને રાજ્યના દરિયાઈ અને સરહદીય વિસ્તારના બાળકોનો આવા કિસ્સામાં સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં શાળાના શિક્ષક અને આચાર્યોએ બાળકોને નુકસાન ન થાય એ રીતે યોગ્ય નિર્ણય લેવો પડશે. જે વિદ્યાર્થીઓએ એકમ કસોટી ના આપી હોય તેમનો નિર્ણય ભૂતકાળના વર્ગોના ગુણ ધ્યાનમાં રાખીને કરવો પડશે.


આ પણ વાંચો:- ગુજરાતમાં 1.29 લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતા


કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ કહી રહ્યા છે કે જેણે પરીક્ષા આવી હોય તેમને તક આપવી જોઈએ પણ અહીં 10 લાખ રેગ્યુલર વિદ્યાર્થી છે એટલે આવું શક્ય નથી. હોશિયાર વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન જે કઈ કામ કર્યું હશે એ એકમ કસોટીમાં પરિણામ સ્વરૂપે મળ્યું જ હશે. ધોરણ 10 બાદ ઘણા બાળકો ડિપ્લોમા અને ITI માં પ્રવેશ લે છે, એવામાં જેમણે આવા કોર્ષમાં જવું હોય તે અગાઉથી જ માનસિક તૈયાર હોય છે.


આ પણ વાંચો:- ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી


ભૂતકાળ પર નજર કરીએ તો ધોરણ 10 બાદ ડિપ્લોમા અને ITI ના ઘણા વર્ગો બાળકો વગર જ ચાલ્યા છે, ઘણી કોલેજ અને સંસ્થા બાળકો ના મળતા બંધ થઈ છે એટલે પ્રવેશ મામલે સમસ્યા નહીં થાય. સરકારે માર્કશીટ બનાવવા એક કમિટી બનાવી છે, આખરી નિર્ણય માર્કશીટ માટે તાત્કાલિક એક અઠવાડિયાના નિર્ણય કે એવી અમારા મંડળની અપીલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube