ગુજરાતમાં 1.29 લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતા

ગુજરાતમાં 1.29 લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતા
  • ​ડેથ સર્ટિફિકેટ આપવાની સિસ્ટમ પર તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ડેથ, ડેથ રજિસ્ટશન અને ડેથ સર્ટિફિકેટ આ ત્રણેય બાબતો અલગ છે

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોવિડકાળમાં જાહેર કરાયેલા 1.29 લાખ ડેથ સર્ટિફિકેટના વહેતા થયેલા સમાચાર અંગે ગૃહરાજ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતના મૃત્યુના આંકડા છુપાવવામાં આવતા હોવાના અહેવાલ આવ્યો છે. પરંતુ ડેથ સર્ટિફિકેટની આધાર બનાવીને મૃત્યુની સંખ્યા કરવામાં આવી છે તે યોગ્ય નથી. કોરોના મૃત્યુથી સરખામણી કરવામાં આવી છે તે યોગ્ય અને સત્ય નથી. 

તેમણે કહ્યુ કે, મૃત્યુ સર્ટીફીકેટ અનેક કામ માટે લેવામા આવે છે. આ કિસ્સામાં અંડર રિપોર્ટિંગ અને ઓવર રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા અને અગાઉના વર્ષોમાં કરવામાં આવે છે, જે સંખ્યામાં થયેલી વૃદ્ધિ કુદરતી મૃત્યુના આંકડા ધ્યાનમાં લેવા જોઈએ. આ અહેવાલમાં ધ્યાને લીધા સિવાય તુલના કરવામાં આવી છે. 2020 -21 માં તુલના કરવામાં આવી છે. મૃત્યુનું પ્રમાણપત્ર જુલાઈ 2021 સુધી ડેથ સર્ટિફિકેટ એફિડેવિટ વગર આપવાનો નિર્ણય કર્યો છે. 

ડેથ સર્ટિફિકેટ આપવાની સિસ્ટમ પર તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ડેથ, ડેથ રજિસ્ટશન અને ડેથ સર્ટિફિકેટ આ ત્રણેય બાબતો અલગ છે. આ ત્રણેય ઘટનામાં ઘણો સમયગાળો હોય છે. ડેથ રજિસ્ટ્રેશન બે વખત રજિસ્ટર્ડ થયા હોય શકે. ડેથ સર્ટિફિકેટના આધારે ડેથ રેશિયો કાઢવાની રીત અયોગ્ય છે. ડેથ સર્ટિફિકેટ અને મૃત્યુની તુલના ન કરી શકાય. બે વર્ષનાં ડેથ સર્ટિફિકેટનાં આધારે એક વર્ષમાં ઓછા મુત્યુ અને બીજા વર્ષે વધું મૃત્યુનું તારણ પણ ન કરી શકાય. લોકડાઉન વખતે એક વર્ષ સુધી ડેથ સર્ટિફિકેટ કઢાવી શકશો તેવો સરકારે નિર્ણય લીધો હતો. કારણ કે મૃત્યુ બાદ ગમે ત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. સરકારે એક વર્ષની છૂટછાટ આપી હતી. જેથી ગયા વર્ષે મૃત્યુ પામેલ વ્યક્તિઓનું આજનાં દિવસે પણ રજિસ્ટ્રેશન કરાવી શક્યા હોય શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news