Junagadh News: જૂનાગઢના એક ગામમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યાર એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશખબર; તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર


આ વિશે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ-વંથલીના સાંતલપુર ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર માતા-પિતા તેમજ દીકરા- દીકરીએ ઝેરી દવા પીધી હતી. ઝેરી દવા પી લેતા માતા પિતા તેમજ પુત્રનુ મોત થયું છે. જ્યારે દીકરીની સારવાર ચાલી રહી છે. 


અંધાપાકાંડને 11 મહિના વીત્યા છતાં વળતર ચૂકવવામાં સરકારની આડોડાઈ! દર્દીઓએ દર્દનાક...


જો કે, આ ઘટનામાં આત્મહત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. આ પરિવારને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં હેપી નામની દીકરીની સારવાર ચાલી રહી છે. જ્યારે તેમના માતા પિતા અને ભાઈનું મોત નિપજ્યું છે.


દાદા અને મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ?દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો


મૃતકો


  • વિકાસ દુધાત્રા (ઉ.વ. 45)

  • મીના દુધાત્રા (ઉ.વ.45 વર્ષ)

  • મનન દુધાત્રા (ઉ.વ.13 વર્ષ)

  • હેપ્પી દુધાત્રા (સારવાર હેઠળ)