Gujarat Weather 2023: ખેડૂતો માટે ફરી સૌથી માઠા સમાચાર, અંબાલાલ પટેલની આ આગાહી ઉંઘ હરામ કરી દેશે!
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થશે. 10મી તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે.
હાશ સારું થયું, કોરોના 'બેસી ગયો'! જાણો ગુજરાતમાં આજે કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સુકુ થશે અને તારીક 10થી 16 વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. 2થી 8 મે વચ્ચે પણ માવઠુ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે.
તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મે મહિનામાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થશે અને જુન મહિનામાં ભારે પવન સાથે વરસાદ પડશે. 17 જૂનની આસપાસ સારા વરસાદની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલની આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષે 94થી 95 ટકા જ વરસાદ પડવાનું અનુમાન છે.
ફરી એકવાર અમદાવાદમાં થઈ દુર્લભ બિમારીની સફળ સર્જરી, આ રોગમાં સ્નાયું બને છે હાડકું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાનારી આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંબાલાલે માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી કરી છે.
અ'વાદમાં હાથી દાંતની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપાયું, ચારેય આરોપીઓ મામલે મોટો ખુલાસો
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
વડોદરાથી છેલ્લા 52 દિવસથી ગુમ ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો, લીંબાસીમાં હોવાનું ખૂલ્યું
મહત્વનું છે કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે. બીજી બાજુ એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. તેમ છતાં આ વર્ષના ચોમાસા પર માઠી અસરની શક્યતા ઘટશે. ચોમાસુંની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.