વડોદરાથી છેલ્લા 52 દિવસથી ગુમ ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો, ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી આ યુવતીઓને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું. પરંતુ આમ છતાં પણ ઘટનાના 50 દિવસ બાદ પણ આ બંને યુવતીઓની કોઈ ભાડ મળી નહોતી.
Trending Photos
નચિકેત મહેતા/નડિયાદ: વડોદરાની ગુમ કોલેજીયન યુવતીઓનો 53માં દિવસે પત્તો લાગ્યો છે. માતરના લીંબાસી પોલીસે આ બંન્ને યુવતીઓ હાજર થઈ ગઈ છે, હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
થોડા માસ અગાઉ વડોદરાના હરણી ખાતેથી બે કોલેજીયન યુવતી ભેદી રીતે લાપતા બનતા સમગ્ર મામલો વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ત્યાં પહોંચ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી આ યુવતીઓને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું. પરંતુ આમ છતાં પણ ઘટનાના 50 દિવસ બાદ પણ આ બંને યુવતીઓની કોઈ ભાડ મળી નહોતી.
બનાવના 53માં દિવસે આ બંને યુવતી ખેડા જિલ્લાના માતર પંથકમાં આવેલ લીંબાસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. રવિવારે એકાએક આ બંને યુવતીઓ હાજર થતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દોડતી થઈ હતી. અગાઉ વડોદરા પોલીસ દ્વારા MSUથી લઈ હરણી સુધીના માર્ગના સંખ્યાબંધ CCTV ફૂટેજ ચકાસ્યા હતા. હરણી રહેતી ચીમન વણકરની બે દીકરીઓ ગત 17 મી ફેબ્રુઆરીથી ગુમ થઈ છે અને બંને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે.
રવિવારે એકાએક આ બંન્ને યુવતીએ લીંબાસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. પોલીસ વર્તુળોમાં મળતી માહિતી મુજબ આ લાપતા બનેલી બે પૈકી એક યુવતીએ લીંબાસીના યુવક સાથે લગ્ન કરેલા છે. વડોદરાની ક્રાઈમ બ્રાન્ચ ટીમ લીંબાસી પહોંચી આ બંન્ને યુવતીઓનો કબ્જો મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ બે પૈકી એક યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાંથી અમને સ્ટેટમેન્ટ લેવા લઈ જાય છે, પરંતુ અહીંયાથી લાવવા અને લઈ જવા સુધીની તમામ જવાબદારી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની છે હું મારી મરજીથી અહીંયા આવી છું. વધુ વિગત સ્ટેટમેન્ટ અમે વડોદરા પહોંચી પોલીસ સમક્ષ આપીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે