ફરી એકવાર અમદાવાદમાં થઈ દુર્લભ બિમારીની સફળ સર્જરી, આ રોગમાં સ્નાયું ધીમેધીમે બને છે હાડકું

અમદાવાદમાં ડૉ. યશ દેસાઈ દ્વારા મુકેશભાઈ નામના (નામ બદલેલ છે) દર્દીને છેલ્લા 4 વર્ષ પહેલા માથામાં હેમરેજ થતા ડાબા અંગની લકવાની તકલીફ થઇ હતી. ત્યારબાદ જે તે સમયે તેમને મગજના ભાગે ઓપેરેશન કરવામાં આવ્યું હતું અને 1 વર્ષ સુધી એની સારવાર ચાલી હતી.

ફરી એકવાર અમદાવાદમાં થઈ દુર્લભ બિમારીની સફળ સર્જરી, આ રોગમાં સ્નાયું ધીમેધીમે બને છે હાડકું

ઝી ન્યૂઝ/અમદાવાદ: ફરી એકવાર રાજ્યમાં દુર્લભ બીમારીની સફળ સર્જરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ડૉ. યશ દેસાઈ દ્વારા મુકેશભાઈ નામના (નામ બદલેલ છે) દર્દીને છેલ્લા 4 વર્ષ પહેલા માથામાં હેમરેજ થતા ડાબા અંગની લકવાની તકલીફ થઇ હતી. ત્યારબાદ જે તે સમયે તેમને મગજના ભાગે ઓપેરેશન કરવામાં આવ્યું હતું અને 1 વર્ષ સુધી એની સારવાર ચાલી હતી.

તેમાં એમના પગના ભાગે લકવા રિકવરી આવી ગઈ હતી પણ વર્ષના અંતે પગના થાપાના એક સ્નાયુમાં ખુબ જ દુર્લભ બીમારી કે જેમાં સ્નાયુંમાં કેલ્શિયમ જમા થવાથી સ્નાયુ હાડકું બની જાય તેવી બીમારી થઇ હતી. એને તબીબી ભાષામાં હેટેરોટ્રોફિક ઓસિફિકૅન્સ ઓફ ઇલિયાકસ મસલ કહેવાય છે. સ્નાયુમાં થતી આ બિમારી લગભગ એક લાખમાં એક દર્દીને થાય છે.

આ તકલીફના લીધે દર્દી પોતાનો ડાબો પગ પુરો વળી શકતો નથી અને સામાન્ય રીતે બેસાય એ રીતે બેસી પણ શકતો નથી અને પગની હલન ચલનમાં પીડા પણ ખુબ જ થાય છે. તેમજ તેનું ઓપરેશન કરવું પણ ખુબ જોખમી છે. કેમ કે આ સ્નાયુની બાજુમાં જ પગની લોહી લઇ જતી મુખ્ય નળી તથા પગની હલન ચલન કરતી મુખ્ય ચેતા આવેલી હોય છે.

ડૉ.યશ દેસાઈ એ અમદાવાદના થાપા અને ઘૂંટણના સાંધાના નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન છે. તેમના દ્વારા આ જટિલ ઓપરેશન ખુબ જ સફળતા પુર્વક પુરુ પાડવામાં આવ્યું હતું અને થાપાના ભાગમાં બનેલ 11 સે.મી. જેટલું મોટું સ્નાયુમાં બનેલું હાડકું ઓપરેશન કરી કાઢવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news