ઝી બ્યુરો/અમદાવાદ: મોંઘવારીનો સામનો કરી રહેવા અમદાવાદીઓને  AMTS અને BRTSની મુસાફરી કરવા માટે ખિસ્સું વધારે ગરમ કરવું પડશે, કારણ કે, તંત્રએ AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી AMTS અને BRTSના ભાવમાં ફેરફાર અમલી બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલના ફરી ઘાતક બોલ, આ આગાહીથી વધી જશે ધબકારા!


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં AMTS-BRTSનું મિનિમમ ભાડું 5 રૂપિયા રહેશે. AMTS બસમાં 3 કિ.મી સુધી 5 રૂપિયા ભાડું રહેશે. 3થી 5 કિ.મી સુધી 10 રૂપિયા ભાડું લેવાશે. 5થી 8 કિ.મી સુધી 15 રૂપિયા ભાડું લેવાશે. 14થી 20 કિ.મી સુધી 25 રૂપિયા ભાડું લેવાશે. જ્યારે 20 કિ.મીથી વધારેના અંતર માટે 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. એટલું જ નહીં, AMC હવે અમદાવાદમાં ડબલ ડેકર બસ લાવવામાં આવશે. 


PM એ USની ફર્સ્ટ લેડીને આપેલો હીરો સુરતમાં થયો છે તૈયાર, જાણો કેવી રીતે બન્યો છે...


તમને જણાવી દઈએ કે, BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે. 


અમદાવાદીઓને લાગશે 440 વોટનો ઝટકો! AMTS-BRTSની મુસાફરી હવે બનશે મોંઘી, જાણી લો ભાડું