અમદાવાદીઓને લાગશે 440 વોટનો ઝટકો! AMTS-BRTSની મુસાફરી હવે બનશે મોંઘી, જાણી લો ભાડું

અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરે AMTS અને BRTSના ભાડા વધારા માટેની દરખાસ્ત મુકી છે. આજે એએસમી હોદેદારો અને કમિશનર વચ્ચે એક બેઠક મળશે. આ બેઠકમાં ભાડા વધારા અંગે આગામી નિર્ણય લેવાશે.

અમદાવાદીઓને લાગશે 440 વોટનો ઝટકો! AMTS-BRTSની મુસાફરી હવે બનશે મોંઘી, જાણી લો ભાડું

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ માટે માઠા સામચાર સામે આવી શકે છે કારણ કે, એએમટીએસ અને બીઆરટીએસનું ભાડું વધારવા માટે અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર વિચારણા કરી રહી છે. તમને જણાવી દઈએ કે એએમટીએસ અને બીઆરટીએસમાં છેલ્લે 2014માં ભાડામાં વધારો કરાયો હતો. 

અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરે AMTS અને BRTSના ભાડા વધારા માટેની દરખાસ્ત મુકી છે. આજે એએસમી હોદેદારો અને કમિશનર વચ્ચે એક બેઠક મળશે. આ બેઠકમાં ભાડા વધારા અંગે આગામી નિર્ણય લેવાશે. બીજી બાજુ બીઆરટીએસ અને એએમટીએસમાં એક સરખાં ભાડા કરવાની હિલચાલ ચાલી રહી છે. જેમાં મિનિમમ ભાડુ પાંચ રૂપિયા બન્ને બસોમાં રહેશે. એએમટીએસના 3 રૂપિયાના 5 રૂપિયા કરાશે. એટલું જ નહીં, આગામી સમયમાં એએમટીએસમાં નવી એસી બસ ઉમેરો કરાશે. 

અમદાવાદીઓની શાન એવી AMTS- BRTSના ભાડા મામલે અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે. AMC તંત્ર અને ભાજપી શાસકો દ્વારા ભાડા વધારા મામલે હિલચાલ શરૂ કરાઈ છે. છેલ્લે વર્ષ 2014માં ભાડા વધારો કરાયો હતો. ત્યારબાદ ફરી 2023માં ભાડા વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ AMTS માં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે, જયારે BRTS માં લઘુત્તમ 4 રૂ અને મહત્તમ 32 રૂ. છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો ફેરફાર થતા AMC તંત્રની ભાડા વધારાની હિલચાલ ચાલી રહી છે. 

જાણવા મળી રહ્યું છે કે, હવે બસના ભાડા વધારવાનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે. જેમાં મિનિમમ ભાડામાં બે રૂપિયા જ્યારે વધુમાં વધુ ભાડામાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. કમિશનર અને ભાજપના સત્તાધીશોએ આ વધારો કરવા અંગે થઈ અને સંમતિ આપી દીધી છે. આગામી દિવસોમાં આ મામલેનો ચાર્ટ તૈયાર કરી અને નવા ભાવની જાહેરાત થશે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશો દ્વારા બસના હાલના પ્રવર્તમાન ભાડામાં કેટલો અને કેવી રીતે વધારો કરી શકાય તે અંગે વિચારણા કરાઈ હતી. આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવાય શકે છે.

મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. વર્ષોથી ખોટ કરતી AMTS અને BRTS બસના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આગામી દિવસોમાં AMTS અને BRTSના ભાડા વધારવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news