અમદાવાદ : ધંધૂકામાં કિશન હત્યા કેસમાં વધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યા બાદ તપાસ સંસ્થાઓ વધારે સક્રિય બની છે. જો કે ATSના અધિકારીઓ હજી પણ પાકિસ્તાન કનેક્શન નહી હોવાનું રટણ કરી રહ્યા છે. આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે. જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. આ ઉપરાંત તેના સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.


મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે. ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું કે, સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે મોટા ઘટસ્ફોટો થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે.