અમદાવાદ : બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં હાઇકોર્ટે આજે સુનાવણી કરતાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને મોટી રાહત આપતાં નિર્દોષ છોડ્યા છે. જ્યારે બાબુ બજરંગીને પણ કેટલેક અંશે રાહત આપી છે. કોર્ટે માયા કોડનાનીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપતાં નિર્દોષ છોડ્યા છે જ્યારે બાબુ બજરંગીની જીવનપર્યતની સજામાં ઘટાડો કરી 21 વર્ષની કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની ઢીલી નીતિ સામે હાઇકોર્ટે કરી ટકોર


વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડને પગલે રાજ્યમાં થયેલા કોમી તોફાનમાં અમદાવાદના નરોડા પાટિયે પણ જધન્ય કહી શકાય એવો મોતનો ખેલ ખેલાયો હતો. 97 જેટલા લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારવાના આ કિસ્સામાં ટ્રાયલ કોર્ટે ચૂકાદો આપતાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગ દળના બાબુ બજરંગી સહિત 32 આરોપીઓને સજા ફટકારી હતી. જેમાં માયા કોડનાનીને 28 વર્ષ તો બાબુ બજરંગીને જીવનપર્યતની સજા ફટકારી હતી.


માયા કોડનાનીનું જીવન છે વળાંકથી ભરપૂર... 


નીચલી કોર્ટના ચૂકાદાથી નારાજ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં સજા ઘટાડવા સહિતના મુદ્દે અરજી કરી હતી. જેમાં સુનાવણી કરતાં શુક્રવારે હાઇકોર્ટે માયા કોડનાની સહિત 17 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા તો બાબુ બજરંગી સહિત 14 જેટલા આરોપીઓને દોષિત માનતાં સજા કરી હતી. જેમાં બાબુ બજરંગીની સજામાં ઘટાડો કરતાં જીવન પર્યતથી ઘટાડીને 21 વર્ષની કરી હતી. જ્યારે માયા કોડનાનીને મોટી રાહત મળી હતી. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી. 


હાર્દિક પટેલે ઉઠાવ્યો સવાલ, માયા કોડનાનીને કેમ રાહત?


આ કારણોસર મળી મોટી રાહત
માયા કોડનાનીને નિર્દોષ છોડી મુકાતાં મળેલી મોટી રાહત અંગે અવલોકન કરતાં એડવોકેટ ગૌરવ વ્યાસે જણાવ્યું કે, કોર્ટે બે કરતાં ઓછા સાક્ષીઓ અને સ્પષ્ટ ન થતા નિવેદનનોને અવગણ્યા છે અને પોલીસની સાક્ષીને માની છે. માયાબેન સામેના ખાસ કોઇ સાક્ષી ન હતા અને જે બે સાક્ષી હતા એમની ખાસ સ્પષ્ટતા થતી ન હતી, તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા? સહિતના સવાલોમાં સાક્ષીઓના નિવેદન અલગ અલગ આવતા હતા. જ્યારે સામે પક્ષે પોલીસના નિવેદનમાં ક્યાંય એમની હાજરી ન હતી. આ સંજોગોમાં કોર્ટે શંકાનો લાભ આપતાં એમને રાહત આપી હોવાનું માની શકાય એમ છે. 


બાબુ બજરંગીને 21 વર્ષની સજા
વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીને દોષિત ગણ્યો છે. જો કે સજામાં થોડો ઘટાડો કર્યો છે. પહેલા મૃત્યુ સુધી આજીવન કારાવાસની સજા અપાઈ હતી પરંતુ હવે તેમાં ઘટાડો કરીને આ સજાને 21 વર્ષ સુધી કરવામાં આવી છે.