અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પોતાની વિવિધ માંગોને લઈને હડતાળ કરી રહેલા MBBSના ઈન્ટર્ન તબીબોએ પોતાની હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા તેમની માંગણી સ્વીકારવાની બાંહેધરી મળતા આખરે ઈન્ટર્ન તબીબોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. મહત્નનું છે કે રાજ્યભરમાં સ્ટાઈપમેન્ટ વધારવાની માંગને લઈને ઈન્ટર્ન તબીબો છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત ઉપરાંત પ્રત્યેક મુદ્દાઓ સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આ બેઠકમાં તબીબોના પ્રશ્નો અંગે વ્યાજબી અને યોગ્ય નિરાકરણ લાવવા નાયબ મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હતી અને કોરોનાની આ મહામારીનાસમયમાંડોક્ટરોની ફરજ દર્દીઓની સેવા કરવાની છે તેથી હડતાળ પાડવી વ્યાજબી અને યોગ્ય નથી,જે પણ મુદ્દાઓ હોય તે અંગે વાટાઘાટો થકી યોગ્ય નિર્ણય થઇ શકે છે તેથી હડતાળ પાછી ખેંચવા લાગણી વ્યકત કરી હતી. 


આ પણ વાંચોઃ Corona Update: છેલ્લા 24 કલાકમાં 1160 નવા કેસ, 10 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 92.71%


તેને ધ્યાને લઇ તબીબી પ્રતિનિધિઓએ તેમની રીતે કરેલી ચર્ચા બાદ સર્વ સંમતિથી હડતાળ બિનશરતી રીતે પાછી ખેંચવાનો નિર્ણય લઇ મિડીયા સમક્ષ જાહેરાત કરીને આ હડતાળમાં જોડાયેલા તબીબોને પુનઃફરજ પર જોડાવા અપીલ કરી છે. આ બેઠકમાં વડોદરાના ડોક્ટર અને પ્રોફેસર વિજયભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube