ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્ર અને મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સંપૂર્ણ સામાજિક અંતર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ મૂકીમે જણાવ્યું કે, હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવે જરૂરી સૂચનો કર્યા હતા. 


એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે. જેના સંભવિત 15 થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. 


આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પૂર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાને થતી કાળજી અંગે તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. 


આ પ્રિમોન્સૂન બેઠકમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર