એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ

આજકાલ આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે. 
એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ

ઝી મીડિયા/બ્યૂરો :આજકાલ આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે. 

શું ખરાબ અસર થાય છે 
એલ્યુમિનિયમના વાસણો ભલે સસ્તા પડતા હોય, પરંતુ તમારી હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે. આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનીયમ જાય છે. માનવ શરીર  આટલા એલ્યુમિનિયમને શરીરની બહાર કરવામાં સમર્થ નથી હોતું. તમે ધ્યાન આપીને જોશો તો એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજનનો રંગ થોડો બદલાઈ જાય છે. 

શું બીમારી થાય છે 
સ્વાસ્થય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનીયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે. વર્ષો સુધી જો આપણે એલ્યુમિનીયમમાં ખોરાક પકવો છો, તો આ એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે. જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે તમારા ભોજનની વધુ સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે. 

તેનાથી થતી બીમારી

  • નબળી યાદગીરી અને ડિપ્રેશન
  • મોઢામાં છાલા
  • દમ
  • એપેન્ડિક્સ
  • કિડનીનુ ફેલાઈ જવું
  • અલ્ઝાઈમર
  • આંખોમાં સમસ્યા
  • ડાયેરિયા 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news