ગીર સોમનાથમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર ધાર્મિક દબાણો તોડી પડાયા
Mega Demolition Near Somnath Temple : ગીર સોમનાથના ધાર્મિક દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર... 1500થી વધુ પોલીસના બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા ધાર્મિક દબાણ... હોબાળો કરનારા તોફાની તત્વોની કરાઈ અટકાયત...
Gir Somnath News : સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરના દ્વાર ખુલે એ પહેલાં જ ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની શરૂઆત કરાઈ. પોલીસનો જડબેસલાક બંદોબસ્ત વચ્ચે 70 લોકોની અટકાયત પણ કરાઈ છે.
ગીર સોમનાથમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકોનો હોબાળો થયો હતો. ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ દૂર કરવાના પ્રયાસ સમયે હોબાળો થયો હતો. દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી હતી. જોકે, પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશન શરૂ કર્યું. ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશિન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા. લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. સમગ્ર કામગીરીમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાના પોલીસ જવાનો અને SRP કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકશે
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈ.જી.પી નિલેશ જાજળીયા, SP મનોહરસિંહ જાડેજા, સહિત 03 SP, 06 DYSP, 50 PI-PSI, 1200 જેટલા પોલીસ જવાનોનો જડબેસલાક બંદોબસ્તમાં દબાણ હટાવાયા હતા. વેરાવળ-સોમનાથ રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવાની હતી. તંત્રએ દબાણ હટાવી લેવા નોટિસ ફટકારી હતી. તંત્ર દબાણ હટાવવા માટે પહોંચ્યું તો ટોળું એકઠું થયું હતું. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો, બાદમાં તેમને હટાવીને ઓપરેશન શરૂ કરાવાયું હતું. આ કામગીરીમાં વિરોધ ઉભો કરનારા 70 લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા.
હજી પણ દબાણ હટાવાની કામગીરી ચાલુ છે. ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ હટાવાની કામગીરી ચાલી રહી છે. કબ્રસ્તાન, ગરીબશાહ દરગાહ, અને માઘાપુરી બજારમાં દબાણ હટાવાયું છે.
શરીરના દરેક ખૂણામાંથી યુરિક એસિડને બહાર ફેંકી દેશે આ લીલી ચટણી, ક્યારે કેવી રીતે બના