સૌરાષ્ટ્રમાં 3 દિવસથી મેઘ મહેર: જાફરાબાદમાં 3.5 રાજુલામાં 4, લીલીયામાં 5 ઇંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મગફળી અને કપાસનો પાક આ વરસાદથી ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. રાજુલામાં એક કલાકમાં 4 ઇંચ અને જાફરાબાદમાં 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ઝળબંબાકાર થયો હતો.
અમરેલી : હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મગફળી અને કપાસનો પાક આ વરસાદથી ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. રાજુલામાં એક કલાકમાં 4 ઇંચ અને જાફરાબાદમાં 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ઝળબંબાકાર થયો હતો.
શહેરોના ઘન કચરાના સેગ્રીગેશન દ્વારા નિકાલ અને સસ્તી ઉર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીની અપીલ
સાવરકુંડલાના શેલણા, ભમોદ્રા, ઘોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના મિતયાળા, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં સ્થાનિક નદીઓમાં ઘોડા પુર આવ્યું છે.
Gujarat Corona Update: આજે 1034 નવા કેસ, 917 સાજા થયા, 27ના મોત
રાજુલાના આંબરડી નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઇવે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. બંન્ને સાઇડ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહુવા અને ગારીયાધાર, રાજુલા સહિત અમરેલી અને ભાવનગર જિલ્લાના અનેક તાલુકા અને ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘ મહેર ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર