શહેરોના ઘન કચરાના સેગ્રીગેશન દ્વારા નિકાલ અને સસ્તી ઉર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે. મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ રૂ. ર૪.૧પ કરોડના વિવિધ પ્રકલ્પોના વચ્યુર્અલ ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. 

Updated By: Aug 6, 2020, 07:30 PM IST
શહેરોના ઘન કચરાના સેગ્રીગેશન દ્વારા નિકાલ અને સસ્તી ઉર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીની અપીલ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે. મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ રૂ. ર૪.૧પ કરોડના વિવિધ પ્રકલ્પોના વચ્યુર્અલ ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. 

રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનાર યુવતીને તેના જ પિતાએ મારી નાખી

મુખ્યમંત્રીએ અમૃત યોજનામાં પાણી પુરવઠાના પ્રોજેકટસ, વિતરણ વ્યવસ્થા, ભુગર્ભ ટાંકી સહિતના રૂ. ૧૧.૪૬ કરોડના કામોના ખાતમૂર્હત કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧પ મેટ્રીક ટન ક્ષમતાના રૂ. ૪.૬૯ કરોડના બાયોમીશેન પ્લાન્ટનું અને ર.૮ લાખ ટન લીગેસી વેસ્ટનું બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ કરવાના રૂ. ૮ કરોડના પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોમાં પણ પીવાનું પાણી, રસ્તા, ગટર લાઇટ સફાઇના મૂળભૂત જરૂરિયાતના કામો પ્રજાવર્ગોની અપેક્ષા પૂર્ણ થાય તે રીતે સૂપેરે ચાલે તે માટે મહાનગરો-નગરોના સ્થાનિક સત્તાતંત્રો પ્રજાહિત કાર્યોને વેગ આપે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.  તેમણે જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામોની તેજ રફતાર સાથે ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાનો ઉપરકોટ, મકબરા, નરસિંહ મહેતા સરોવરના રિનોવેશન કામો અને ગિરનાર રોપ-વે ના કામોથી પ્રવાસન ધામ તરીકે પણ જૂનાગઢનો વિકાસ થવાનો છે તેની ભૂમિકા આપી હતી.

દર્દીઓ પાસેથી લાખો ખંખેરી લેતી 2100 ખાનગી હોસ્પિટલો પૈકી 91 પાસે જ ફાયર NOC

મુખ્યમંત્રીએ સાસણગીર-સોમનાથ-ગિરનારની ટુરિઝમ સરકીટમાં પણ જૂનાગઢનું જોડાણ મહત્વપૂર્ણ બન્યું છે તેમ ઉમેર્યુ હતું.વિજય રૂપાણીએ જૂનાગઢ મહાનગરે કચરાના સેગ્રીગેશનમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાના ખાસ કરીને CNG ગેસ ઉત્પાદનના કરેલા સફળ પ્રયોગની સરાહના કરી હતી. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહી આ વિકાસ કામોને મુખ્યમંત્રી વિજય રૂપાણીની શહેરોના આધુનિક વિકાસની કલ્પનાના પરિચય રૂપ કાર્યો ગણાવ્યા હતા. જૂનાગઢના મેયર ધીરૂ ગોહિલે સ્વાગત અને કમિશનર તુષાર સુમેરાએ આભાર દર્શન કર્યા હતા. સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ મહાનગર સેવા સદનના પદાધિકારીઓ, જિલ્લા-શહેરના સંગઠન પાંખના હોદ્દેદારો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર