અમદાવાદમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ?
આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 63 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3.12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ શરૂ છે. મૂશળધાર વરસાદથી જૂનાગના માંગરોળમાં ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે
અમદાવાદ: હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં એસજી હાઈ, પ્રહલાદ નગર, સાઉથ બોપલ, ઘુમા, ઈસ્કોન, મકરબા, શ્યામલ અને વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, ત્યાં ફરી વરસાદ શરૂ થયો છે.
આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 63 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3.12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ શરૂ છે. મૂશળધાર વરસાદથી જૂનાગના માંગરોળમાં ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. 6થી વધુ ગામના ખેતરોમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. જેણા કારણે પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય છે.
ગુજરાત BJP એક્શનમાં: સુરતમાં કારોબારી બેઠક શરૂ, ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચકવ્યૂહ
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આજે બપોર સુધીમાં 63 તાલુકામાં મેઘમહેર ચાલું છે. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ, ચિખલી અને વાંસદામાં અઢી-અઢી ઈંચ વરસાદ, ડાંગના સુબિર, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તો બીજી તરફ અમદાવાદમાં મોટાભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં આજે બીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે પણ અમદાવાદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જ્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
'સ્માર્ટસિટી અ'વાદ બન્યું ખાડાવાદ', ઘરની બહાર નીકળતા પહેલા જાણો શહેરમાં ક્યાં શું બન્યું છે?
અમદાવાદમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ બપોરે એરપોર્ટ પાસે ધોધમાર વરસાદ શરુ થયો છે. એરપોર્ટ, સરદાર નગર, કુબેરનગર પાસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
બીજી બાજુ, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube