સુરત : દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે.  વલસાડના ઉમરગામમાં 79 મી.મી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરવાની સ્થિતી સર્જાઇ છે. વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઇટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતના પાંચેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ એટલો તિવ્ર છે કે વિઝેબલિટી ખુબ જ ઓછી થઇ ચુકી છે. ઉકાઇના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીની આવક ઓછી થઇ હોવા છતા ડેમની સપાટી રૂલ લેવલથી વધીને 335.15 પર પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂરપાટ વહેતી શેઢી નદીમાં ખેંચાયા 4 યુવકો... 3 બચીને કિનારે આવ્યા, પણ એકને...

દક્ષિણ ગુજરાતમાં મધરાતથી જ ભારે વરસાદની સ્થિતી જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં સુરત શહેરમાં સૌથી વધારે 70 મી.મી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઓલપાડમાં 3મી.મી છે જ્યારે કામરેજમાં 59 મી.મી અને મહુવામાં 57 તથા ચોર્યાસીમાં 62 મી.મી વરસાદ નોંધાયો છે. ગત્ત 24 કલાક દરમિયાન નવસારીમાં 84 મી.મી વરસાદ અને જલાલપોરમાં 73 તથા વાસંદામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ડાંગના વધઇમાં વરસાદ પડ્યો નથી જ્યારે સાપુતારામાં 24 મી.મી વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધારે 79 મી.મી વરસાદ નોંધાયો છે. કપરાડામાં 40 મી.મી વરસાદ પડ્યો છે. તાપીના વાલોડમાં 33 મી.મી અને નિઝરમાં 01 મી.મી વરસાદ નોંધાયો છે. 


મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો છે

ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ પાર કરીને 335.15 ફૂટ પર પહોંચી ગઇ છે. શનિવારે સવારે 10 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીની આવક 33,604 ક્યુસેક  નોંધવામાં આવી છે. ઉકાઇમાંથી હાલ  હાઇડ્રો મારફતે કેનાલમાં પાણીની આવક 33.604 ક્યુસેક નોંધવામાં આવી છે. ઉકાઇમાંથી હાલ હાઇડ્રો મારફતે 17810 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલ પાર કરી ગયું હોવાના કારણે તંત્ર વિમાસણમાં પાણી ભરવું કે નહી કારણે જો છોડાયા બાદ જો વરસાદ અટકી જાય તો ડેમ ખાલી રહેવાની ભીતી રહે છે. સપ્ટેમ્બર મહિનામાં ડેમના રૂલ લેવલમાં વધારો થવાનો છે. ત્યારે મહિનાના આખરે તંત્ર વરસાદ વચ્ચે મુંઝવણ અનુભવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર