કેનેડામાં થયેલા લવ મેરેજથી મહેસાણામાં થઈ મોટી બબાલ, યુવતીએ વીડિયોમાં કરી વિનંતી
Study Abroad : મહેસાણામાં પહેલેથી જ એકબીજાને ઓળખતા પ્રેમીઓએ કેનેડામાં જઈને લગ્ન કર્યા... યુવતીના પરિવારે યુવકના ઘરમાં જઈને મારામારી અને હુમલો કર્યો
Jobs In Canada તેજસ દવે/મહેસાણા : વિદેશમાં પ્રેમ લગ્ન, વતનમાં મારામારી હુમલો. બહુ ચર્ચાસ્પદ છે મહેસાણાનો આ કિસ્સો. યુવતીએ કેનેડામાં એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા, અને અહી વિજાપુરમાં મારામારી થઈ. યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે બિલીયા ગામે જઈને તેના પતિના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો, સાથે જ તોડફોડ અને મારામારી પણ કરી. જેથી આ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં ૧૫ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. યુવતીના માતા-પિતા અને ભાઈ-ભાભી સહિતના લોકો પર મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વાત એમ છે કે, વિજાપુરના બિલિયાના યુવકે બાજુના ગામની યુવતી સાથે કેનેડામાં પ્રેમ લગ્ન કર્યા હતા. જેના બાદ આ બબાલ થઈ. મહેસાણાના ગવાડા ગામની ખુશી પટેલ ત્રણ મહિના પહેલા સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી. આ બાદ તેણે કેનેડામાં પ્રિન્સ પટેલ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા, જે વિજાપુરના બિલીયા ગામનો રહેવાસી છે. પ્રિન્સ અને ખુશી પહેલાથી જ એકબીજાને ઓળખતાં હતાં. પરંતું બંનેના લગ્નમાં સમાજ આડે આવતો હતો. અલગ-અલગ સમાજના હોવાથી ખુશીના પરિવારજનો પહેલાથી જ આ સંબંધની વિરૂદ્ધમાં હતા. ખુશીના બાદ પ્રિન્સ પણ સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. જ્યાં બંનેએ કેનેડામાં જ લગ્ન કરી લીધા હતા.
સાંબેલાધાર વરસાદથી વેરાવળમાં સ્થિતિ ખરાબ : ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થળાંતર શરૂ કરાયું
આ બાદ વિજાપુરમાં હોબાળો થયો હતો. ખુશીના પરવિરાઓને ‘તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાંખી છે’ કહીને હુમલો કર્યો હતો. ખુશીના પરિવારજનોમાંથી આવેલા 15 જણના ટોળાએ પ્રિન્સના માતા પિતાને માર માર્યો હતો. તેના ઘર પર હુમલો કરીને ભારે તોડફોડ મચાવી હતી. સાથે જ તેમને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે
તો બીજી તરફ, હુમલાના ડરથી યુવકના પિતા બચવા માટે 4 કિલોમીટર સુધી ભાગીને અંધારામાં સંતાયા હતા. જેના બાદ તેઓએ હુમલો કરનાર પટેલ પરિવારના 15 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ, યુવક યુવતીએ પોતે કેનેડામાં સલામત હોવાનુ જણાવ્યું હતું. પરંતું સમગ્ર મુદ્દે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી