તેજશ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) માં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. પરંતુ તેના કરતા પણ શોકિંગના સમાચાર (shocking news) એ છે કે, આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હતી. શિક્ષિકાએ સ્યૂસાઈડ (suicide) નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે ઘેનની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપઘાત બાદ તેમની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12 શિક્ષકોના માનસિક ત્રાસથી પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષિકાને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે સ્યુસાઈટ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથે જ સિંગલ મધર શિક્ષિકાને પરેશાન કરાતી હોવાનો પણ સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. 


આ પણ વાંચો : UP Election ની ડ્યુટી પર જતા જવાનોની ગાડીને સુરતમાં નડ્યો અકસ્માત, 13 જવાન ઈજાગ્રસ્ત


શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત કર હતી. જેમાં તેમણે ફોન પર શિક્ષકોના માનસિક ત્રાસની સઘળી હકીકત જણાવી હતી. આ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. 


રેકોર્ડિંગમાં શુ કહ્યું
જયશ્રીબેન પટેલે ફોન પર રડતા-રડતા પોતાના ભાઇને જણાવ્યું હતું કે શાળામાં મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મારા કેરેક્ટરને લઇ ખરાબ વાતો કરે છે. હું ખુબ જ કંટાળી ગઇ છું અને હવે મને લાગે છે કે મારે આપઘાત કરી લેવો જોઇએ. આ લોકોએ મારા પર ખુબ જ જુલમ કર્યો છે અને તેઓ નોકરી પર મને ખુબ જ હેરાન કરે છે. મારી મહેનત પાણીમાં જઇ રહી છે અને મારી ઇજ્જત તાર-તાર થઇ રહી છે. સ્ટાફના લોકો એક થઇ ગયા છે અને સ્કૂલમાં મારી સાથે કોઇ વાત પણ નથી કરતું.