UP Election ની ડ્યુટી પર જતા જવાનોની ગાડીને સુરતમાં નડ્યો અકસ્માત, 13 જવાન ઈજાગ્રસ્ત

UP Election 2022 : હાલ ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતનો પણ મોટો રોલ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ફરજ બજાવવા જઈ રહેલા ગુજરાતના જવાનોની ગાડીને સુરત પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 13 જેટલા જવાન ઈજાગ્રસ્ત થયા છે. 

UP Election ની ડ્યુટી પર જતા જવાનોની ગાડીને સુરતમાં નડ્યો અકસ્માત, 13 જવાન ઈજાગ્રસ્ત

ઝી મીડિયા/બ્યૂરો :હાલ ઉત્તર પ્રદેશની ચૂંટણી (UP Election 2022) નો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતનો પણ મોટો રોલ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) માં ફરજ બજાવવા જઈ રહેલા ગુજરાતના જવાનોની ગાડીને સુરત પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 13 જેટલા જવાન ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચાર જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અકસ્માતમા 13 જવાન ઈજાગ્રસ્ત
સુરતના કોસંબા પાસે SRP જવાનોની ગાડીને અકસ્માત નડ્યો હતો. જવાનોને લઈ જતી બસ રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં 27 જવાન સવાર હતા, જેમાઁથી 13 જવાનોને નાની મોટી ઈજા પહોંચી છે. તો 4 જવાનોને ફ્રેક્ચર થયુ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ એસઆરપી જવાન ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ડ્યૂટી પર હાજર થવા જઈ રહ્યા હતા. 

ધુમ્મસને કારણે અમદાવાદ જતી બસ પલટી ગઈ
નડિયાદથી અમદાવાદ જતી બસને પણ અકસ્માત નડ્યો હતો. નડિયાદથી ખાતરજ ચોકડી જતા સમયે વરસોલા પાસે ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ પલટી ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, એક વૃક્ષને કારણે બસ સંપૂર્ણ પલટી મારતા રહી ગઈ હતી અને વૃક્ષના ટેકે અટકી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કોઈ મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ન હતો. માત્ર સામાન્ય ઈજા પહોચી હતી. 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી હતી. એસ.ટી.બસ મિયાપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news