તેજસ દવે/મહેસાણા: મહેસાણામાં રખડતા ઢોર પણ હવે મોંઘા થયા છે કેમ કે  રખડતા ઢોર પકડવા માટે પાલિકા ગયા વર્ષ સુધી પ્રતિ એક ઢોર રૂપિયા 1700નો ખર્ચ કરતી હતી. તે ખર્ચ હવે રૂપિયા 5000 સુધી પહોંચ્યો છે. જી, હા... મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા રૂપિયા 5000 એક ઢોર પાછળ ખર્ચ કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું


ગત વર્ષે રૂપિયા 1700માં એક ઢોર પકડવાનું ટેન્ડર મુજબ કામ થયું હતું. જ્યારે આ વર્ષે ટેન્ડરમાં જ નીચો ભાવ રૂપિયા 6000 નીકળ્યો હતો. જે એજન્સી સાથે ચર્ચા બાદ એજન્સીએ રૂપિયા 3000 માં ઢોર પકડવાનું નક્કી કર્યુ છે. જો કે પાંજરાપોળમાં ઢોર મૂકી આવ્યા બાદ નિભાવન ખર્ચ પેટે રૂપિયા 2000 પાલિકા જ ભોગવશે. જેના કારણે એક ઢોર પાછળ મહેસાણા પાલિકાએ 5000 રૂપિયા ચૂકવવા પડશે.


ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં રખડતા ઢોર પણ હવે મોંઘા થયા લાગે છે કારણ કે, રખડતા ઢોર પકડવા પાલિકા એ ગયા વર્ષ સુધી પ્રતિ એક ઢોર રૂપિયા 1700 ખર્ચ કરતી હતી તે હવે રૂપિયા 5000 સુધી પહોંચ્યો છે. મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા રૂપિયા 5000 એક ઢોર પાછળ ખર્ચ કરવા જઈ રહી છે. ગત વર્ષે રૂપિયા 1700 માં એક ઢોર પકડવાનું ટેન્ડર મુજબ કામ થયું હતું. જ્યારે આ વર્ષે ટેન્ડરમાં જ નીચો ભાવ રૂપિયા 6000 નીકળ્યો હતો. જે એજન્સી સાથે ચર્ચા બાદ એજન્સીએ રૂપિયા 3000માં ઢોર પકડવાનું નક્કી કરાયું છે. 


જેના લગ્નમાં મોદીએ આપી હતી હાજરી...રાજ્યસભામાં ભાજપે એ રાજકુંવરનું કર્યું રાજતિલક!


જો કે પાંજરાપોળ માં ઢોર મૂકી આવ્યા બાદ નિભાવન ખર્ચ પેટે રૂપિયા 2000 પાલિકા ભોગવશે. એટલે એજન્સી ને 3000 અને પાંજરાપોળ માં નિભાવન માટે રૂપિયા 2000 મળી કુલ 5000 નો ખર્ચ પાલિકા ને માથે પડશે. ટુંક માં ગત વર્ષે 1700 માં એક ઢોર પકડવા પાછળ ખર્ચ કરતી પાલિકા હવે રૂપિયા 5000 ખર્ચ કરશે. 


156 સીટો જીતવા છતાં અહીં મેવાણી અને કીરીટ પટેલ બગાડી શકે છે ભાજપનો ખેલ